HomeGujaratહળવદ ધાંગધ્રા બેઠકના ઉમેદવાર જાહેર થતા ભાજપમાં ભડકો ઠાકોર સમાજના આગેવાને કોંગ્રેસનો...

હળવદ ધાંગધ્રા બેઠકના ઉમેદવાર જાહેર થતા ભાજપમાં ભડકો ઠાકોર સમાજના આગેવાને કોંગ્રેસનો ખેસ પેહર્યો!

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યાં છે. ત્યારે 64-હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા પર ભાજપ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતારી દીધા છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવારની હજુ પણ જાહેરાત બાકી હોય ત્યારે આજે માલવણ જિલ્લા પંચાયતના સદસ્ય અને ઠાકોર સમાજના યુવા આગેવાન છત્રસિંહ ગુંજારીયા ઉર્ફે પપ્પુભાઈ ઠાકોર ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસનો હાથ પકડતા કોંગ્રેસના ઉમેદવાર થવાની પ્રબળ સંભાવના વધી ગઈ છે. ત્યારે સવારે જાહેર થયેલા ભાજપના પ્રકાશભાઈ વરમોરા સામે સરળતાથી જીત દેખાતી હવે કાંટાની ટક્કર જેવી સ્થિતિ સર્જાય તો નવાઈ નહીં. કારણ કે, કોંગ્રેસ સાથે માલવણ જિલ્લા પંચાયતના સદસ્ય પપ્પુભાઈ ઠાકોરે કોંગ્રેસનો ખેસ ધારણ કરતા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર થવાની સંભાવના પણ વધી ગઈ છે. તો સાથે ભાજપ પાસેથી કોંગ્રેસ સીટ આંચકી લે તો પણ નવાઈ નહીં.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW