કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા ગત તા 3 ના રોજ ગુજરાત રાજ્યની 182 વિધાનસભા સીટ માટે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી આ આ જાહેરાત થતાંની સાથે રાજ્યભરમાં આચાર સંહિતા લાગુ પડી ચૂકી છે. સરકારી કાર્યક્રમ થંભી ગયા છે છે તો ચુંટણી દરમિયાન ગેરકાયદે રૂપિયાની હેરાફેરી ન થાય કે અન્ય ગેરકાયદે પ્રવૃત્તિ પર અંકુશ આવે તે માટે જ રાજ્યમાં એક તરફ ચૂંટણી તંત્ર એલર્ટ થઈ ચૂક્યું છે ત્યારે બીજી તરફ પોલીસતંત્ર દ્વારા પણ આદર્શ આદર્શ આચારસંહિતાની અમલવારી થાય તેવા પ્રયાસો શરૂ કરી દીધા છે મોરબી જિલ્લાની સ્થિતિ જોઈએ તો મોરબી જિલ્લા પોલીસવાળા રાહુલ ત્રિપાઠીના સૂચના બાદ જિલ્લાની અલગ અલગ પોલીસ મથકો દ્વારા તેમના પોલીસ મથક વિસ્તારના પ્રવેશદ્વાર માં ચેકપોસ્ટ ગોઠવવામાં આવી છે અને ત્યાંથી નીકળતા વાહનોની ચકાસણી કરવામાં આવી રહી છે આ માટે મોરબી જિલ્લામાં કુલ 18 ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે જેમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સનાળા બાયપાસ બી ડિવિઝન વિસ્તારમાં મહેન્દ્રનગર ચોકડી અને નવલખી બાઇપાસ તાલુકા પોલીસ સ્ટેશનમાં આદરણા ગામ પાસે ભરતનગર ગામ પાસે તેમજ મકાનસર ગામ પાસે કરવામાં આવી છે આ ઉપરાંત વાંકાનેર હળવદ ટંકારા વાડીયા સહિતના પોલીસ પથક વિસ્તારોમાં પણ એક પોસ્ટ શરૂ કરી વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

બીજી તરફ જિલ્લામાં કાયદો વ્યવસ્થા ની સ્થિતિ પણ જળવાઈ રહે તે માટે અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે તારીખ ૩થી 7 નવેમ્બર દરમિયાન કુલ 1200 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે આ ઉપરાંત દેશી દારૂની હેરાફેરી ના પણ ફૂલ 80 કેસ કરવામાં આવ્યા છે.જેનાં 83 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે આ ઉપરાંત જિલ્લામાં ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લાયસન્સ ધરાવતા હથિયાર જમા લેવામાં આવી રહ્યા છે. છેલ્લા 4 દિવસમાં 634 હથિયાર જમા લેવામાં આવ્યાં છે મોરબી જીલ્લામા ચૂંટણી દરમિયાન અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી જિલ્લામાં સીએપીએફના 135 જવાન તૈનાત કરવામાં આવ્યા હતા અને અલગ અલગ પોલીસ મથક વિસ્તાર શાંતિ સુરક્ષા જળવાઈ રહે તે માટે સીએપીએફની 135 જવાન દ્વારા ફુટ પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.

