મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી નાની મોટી બાબતોને લઈને નાના બાળકોથી લઇ યુવાન દ્વારા આપઘાત કરવાની ઘટના સતત વધી રહી છે. ત્યારે માંળિયા મિયાણા તાલુકાના કાજરડા ગામમાં પણ આવી એક ઘટના સામે આવી હતી જેમાં કાજરડા ગામમાં રહેતા રેશમાબેન કાદરભાઇ આદમભાઇ મોવર નામની યુવતીએ તેમના જ રાખોડીયા વાળા ખેતરમાં ઝેરી દવા પી લીધી હતી જે બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

