સમગ્ર રાજ્યની અંદર જીએસટી વિભાગના દરોડા ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં મોટા પાયે જીએસટી ટ્રાન્જેક્શન કૌભાંડ આચરતા કોભાંડીઓ ના ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આદરોડા દરમિયાન 200 કરોડ જેટલું ટ્રાન્જેક્શન જીએસટી વિભાગને હાથે લાગ્યું હતું

સમગ્ર રાજ્યની અંદર મોટા ભાગના શહેરોની અંદર આ દરોડા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં મોરબી જુનાગઢ ભાવનગર સુરત રાજકોટ અમદાવાદ સહિતના શહેરોમાં જીએસટી વિભાગ દ્વારા ધરોડાની કામગીરી હાથ ધરી સ્થાનિક પોલીસની મદદથી 12 જેટલી ટીમોએ આરોપીને ઝડપી પાડ્યા છે સમગ્ર રાજ્યની અંદર જીએસટીની ચોરી કરી 200 કરોડ ટ્રાન્જેક્શન કૌભાંડ આદરિયાની માહિતી સામે આવી રહી છે જેમાં અત્યાર સુધીમાં બાર જેટલા આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હજુ પણ આવનારા દિવસોની અંદર વધુ તપાસ હાથ ધરાય તેવી શક્યતાઓ સેવાય રહી છે