લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે ગુજરાત રાજ્યની વિધાનસભ ચુંટણીની તારીખ અંતે જાહેર થઇ ચુકી છે.દિલ્હી ખાતે કેન્દ્રિય ચુંટણી પંચ દ્વારા આજે દિલ્હી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ગુજરાત વિધાનસભા ચુંટણીની તારીખ જાહેર કરી હતી. આ જાહેરાત પૂર્વે મુખ્ય ચુંટણી કમિશ્નર દ્વારા મોરબીના ઝુલતા પુલ તૂટી પડવાની ઘટના અને તેમાં થયેલા 135 થયેલા મોતને યાદ કર્યા હતા અને મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવી હતી બાદ ગુજરાત વિધાનસભા ચુંટણીનો કાર્યક્રમ જાહેર ર્ક્યો હતો વિધાનસભા ચુંટણી માટે બે તબક્કામાં મતદાન યોજાશે જેમાં પ્રથમ તબક્કાનું મતદાન તા 1 ડીસેમ્બર જયારે બીજા તબક્કાનું મતદાન 5 ડીસેમ્બરના રોજ યોજાશે તો 8 ડીસેમ્બરના રોજ મત ગણતરીની તારીખ નક્કી કરવામાં આવી છે
આ ઉપરાંત આજથી રાજ્યમાં આદર્શ આચારસહિતા પણ લાગુ થઇ ચુકી છે જેથી તેમની કડક અમલવારી માટે પણ તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવે તેવી કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા તાકીદ કરવામાં આવી છે


