HomeGujaratરાજ્યની 6 રેન્જના 22 જિલ્લા પર સરકારની નજર, 17 IPS અધિકારીઓની દિવાળીના...

રાજ્યની 6 રેન્જના 22 જિલ્લા પર સરકારની નજર, 17 IPS અધિકારીઓની દિવાળીના તહેવારે બદલી

ગુજરાતમાં ચૂંટણી પહેલાં અધિકારીઓની બદલીનો દોર શરૂ થયો છે. ત્યારે આજે દિવાળીના દિવસે જ 6 રેન્જના 22 જિલ્લા સહિત અન્ય IPS અધિકારીઓની બદલી કરી છે. 6 રેન્જમાં સુરત, વડોદરા, પંચમહાલ, ભાવનગર, જૂનાગઢ અને રાજકોટ રેન્જનો સમાવેશ થાય છે. તો ઈન્ટેલિજન્સ, ક્રાઈમ અને તેમજ વિવિધ શહેરોના મળી કુલ 17 જેટલા IPS અધિકારીઓને પણ બદલવામાં આવ્યા છે.

છેલ્લાં લાંબા સમયથી રાજ્યમાં IPS અધિકારીઓની ચાતક નજરે રાહ જોવાતી હતી. ત્યારે ચૂંટણી ટાણે સરકારે દિવાળીના દિવસે જ બદલી કરી દીધી છે. સરકારની નજરમાં રાજ્યના 22 જેટલા જિલ્લાઓ છે. ત્યારે 6 રેન્જના અધિકારીઓની બદલી પણ સાંકળી લેવામાં આવી છે. જેમાં સુરત રેન્જમાં DIG તરીકે પિયૂષ પટેલને મૂકવામાં આવ્યા છે, આ રેન્જ DIGમાં સુરત, વલસાડ, ડાંગ, નવસારી અને તાપી જિલ્લા આવે છે. વડોદરા રેન્જમાં DIG તરીકે સંદિપસિંઘને મૂકાયા છે, આ રેન્જમાં વડોદરા રૂરલ, ભરૂચ, છોટા ઉદેપુર અને નર્મદા આવે છે. પંચમહાલ રેન્જના DIG તરીકે પંચમહાલ, મહીસાગર અને દાહોદ આવે છે. ભાવનગર રેન્જના DIG તરીકે ગૌતમ પરમારને મૂકવામાં આવ્યા છે. તેમના તાબામાં ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લા આવે છે. જૂનાગઢ રેન્જના DIG મયંકસિંહ ચાવડાને મૂકવામાં આવ્યા છે. આ રેન્જમાં જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લો આવે છે. જ્યારે રાજકોટ રેન્જના DIG અશોક યાદવને મૂકવામાં આવ્યા છે. રાજકોટ રેન્જમાં રાજકોટ રૂરલ, મોરબી, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લો આવે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW