ટીમ ઈન્ડીયાએ દેશને દિવાળી નિમિતે જીતની ભેટ આપી છે. ઓસ્ટ્રેલિયાના મેલબર્ન સ્ટેડિયમમાં રમાયેલી ટી 20 મેચમાં ભારતે તેના કટ્ટર હરીફ પાકિસ્તાનને ચાર વિકેટે હરાવીને અગાઉની હારનો બદલો પૂરો કર્યો છે. વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની ધમાકેદાર બેટિંગને કારણે ભારતને મોંઘામૂલી જીત મળી છે.
પાકિસ્તાને આઠ વિકેટે 159 રન બનાવ્યાં
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને આઠ વિકેટે 159 રન બનાવ્યા હતા. શાન મસૂદે સૌથી વધુ અણનમ 52 રનનું યોગદાન આપ્યું હતું તે જ સમયે, ઇફ્તિખાર અહેમદે 34 બોલમાં 51 રન બનાવ્યા હતા. ખાસ વાત એ છે કે, છેલ્લી ત્રણ ઓવરમાં પાકિસ્તાનની ટીમે 34 રન જોડ્યા હતા જેના કારણે તેઓ સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યા હતા પરંતુ ભારતીય બોલરના તરખાટ સામે પાકિસ્તાની ક્રિકેટરો ઘૂંટણીએ પડી ગયા હતા.
હાર્દિક અને કોહલીએ બાજી સંભાળી
31 રનમાં ચાર વિકેટ પડી જતા ચિંતાનો વાદળો છવાયા હતા પરંતુ ત્યારબાદ આવેલી હાર્દિક અને કોહલીની જોડીએ બાજી સંભાળી હતી અને 50 રનની ભાગીદારી કરી હતી.
T20 વર્લ્ડ કપમાં ભારત જ્યારે પણ ટોસ જીત્યું છે, ત્યારે પાકિસ્તાન સામે મેચ જીત્યું છે !
ટીમ ઈન્ડિયાનો એક અનોખો રેકોર્ડ પણ છે. ટીમ ઈન્ડિયા જ્યારે પણ પાકિસ્તાન સામે ટી 20 વર્લ્ડ કપમાં ટોસ જીતી છે ત્યારે તે મેચ ભારતીય ટીમ ક્યારેય હારી નથી ત્યારે આ રેકોર્ડને જોતા, આજે પણ ભારતીય ટીમે સારું પરફોર્મંસ આપીને આ ખરાખરીના જંગમાં જીત મેળવી છે. આ અગાઉ ટીમે 3 વખત ટોસ જીત્યો હતો જેમાં ટીમ ઈન્ડિયાએ જ જીત મેળવી છે.