Sunday, May 19, 2024
HomeBussinessનેચરલ ગેસનો ભાવ ધટાડો , ખરેખર રાહત કે ચુનાવી પુલાવ !!

નેચરલ ગેસનો ભાવ ધટાડો , ખરેખર રાહત કે ચુનાવી પુલાવ !!

નિલેશ પટેલ

મોરબીના ડચકા ખાતા સીરામીક ઉદ્યોગને સ્થિરતા આપવા માટે સીરામીક ઉદ્યોગકારોની રજુઆતને પગલે ગુજરાત ગેસ દ્વારા નેચરલ ગેસના ભાવ માં અચાનક 5 રૂપિયાનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે જોકે હાલની સ્થિતિ માં કોઈ જ શકયતા ના હોવા છતાં જાહેર થયેલ આ ભાવ ધટાડો ચુનાવી પુલાવ સાબિત થવાનો છે ભલે સીરામીક ઉદ્યોગ સરકારનો આભાર માને પરંતુ પ્રોપેન ની સરખામણી એ નવા ભાવ થી પણ ગેસ વાપરવો સીરામીક ઉદ્યોગકારો માટે વ્યવહારુ સાબિત થાય એવી કોઈ શકયતા નથી

તાજેતર માં મોરબી સીરામીક એસો ના હોદ્દેદારો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને મળ્યા હતા અને સીરામીક ઉદ્યોગ ના હિતમાં ગેસના ભાવ બાબત માં રજુઆત કરવામાં આવી હતી જે બાદ આજે ગુજરાત ગેસ દ્વારા ગેસના ભાવ માં 5 રૂપિયાનો ઘટાડો જાહેર કર્યો છે અને આથી જ ગેસના ભાવ 63.15 થી ઘટીને 58.15 થઈ ગયા છે જેના લીધે મોરબીના સીરામીક ઉદ્યોગ ને સીધો જ દૈનિક સવા કરોડનો ફાયદો થાય એવું દ્રશ્ય નજર સામે આવી રહ્યું છે

   ગેસના ભાવ ઘટાડાની જાહેરાત સાથે જ સીરામીક ઉદ્યોગકારો અને મોરબીવાસીઓ જાણે ખૂબ ફાયદો થવાનો હોય એમ ખુશ ખુશાલ થઈ રહ્યા છે પરંતુ બૌદ્ધિક વર્ગના માનવા મુજબ આમાં બહુ ખુશ થવા જેવું નથી કારણકે ગેસના ભાવ ઘટાડા બાદ પણ પ્રોપેન ગેસની સરખામણીએ નેચરલ ગેસ 14 રૂપિયા જેટલો મોંઘો પડવાનો છે એટલે કે પહેલી નજરે દેખાઈ રહેલ દૈનિક સવા કરોડનો ફાયદો પણ ચુનાવી પુલાવ સાબિત થવાનો છે
અત્યાર સુધી ગુજરાત ગેસ ની દાદાગીરી થી ત્રસ્ત સીરામીક ઉદ્યોગકારો નું સાંભળવામાં પણ કંપની તૈયાર નહોતી અને હવે અચાનક રાજકીય હેતુથી આ ભાવ ધટાડો કરવામાં આવ્યો હોય એવો ગણગણાટ પણ શરૂ થઈ ગયો છે જોકે સીરામીક એસો ના પ્રમુખો એ આ ભાવ ઘટાડા  માટે રાજ્યસરકારનો તેમજ સાંસદ મોહનભાઈ કુંડારીયાનો આભાર વ્યક્ત કર્યો છે
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,994FollowersFollow
1,310SubscribersSubscribe

TRENDING NOW