રાજકોટ મોરબી હાઇવે પર આવેલ મારવાડી યુનિવર્સિટીમાં ફરી એક વખત હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા 19 વર્ષીય વિદ્યાર્થી સાથે હોસ્ટેલમાં જ રહેતા સાથી પાંચ જેટલા વિદ્યાર્થીઓએ ભયંકર કુરતા ભર્યું કૃત્ય આચર્યું હતું હોસ્ટેલમાં જ વિદ્યાર્થી ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી ગુદાના ભાગે મધ અને સેનિટાઇઝર લગાવી બ્રશ તેમજ પેન્સિલ ખોસ્યા હતા વિદ્યાર્થીની અચાનક તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જો કે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસે આકૃતિઓ આચારનાર ત્રણ વિદ્યાર્થીઓની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે આ ઉપરાંત આ વિદ્યાર્થી સાથે નાહવા ગયો હતો ત્યારના વિડીયો ઉતારી તેને બ્લેકમેલ કરી ત્રણ જેટલા ઓપ્શન આપવામાં આવ્યા હતા. તું મરી જા, અંગ વાટી નાખ, અથવા હોસ્ટેલમાંથી કૂદકો મારી દે નું કહેવામાં આવ્યું હતું
આ અગાઉ પણ મારવાડી યુનિવર્સિટીમાં હોસ્ટેલમાંથી એક વિદ્યાર્થીએ કૂદકો મારી આત્મહત્યા કરી હતી વારંવાર યુનિવર્સિટી ની અંદર આ રીતના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે પોલીસ તપાસમાં શું સામે આવી રહ્યું છે શું કાર્યવાહી થશે આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓને આ પ્રકારના કિસ્સાથી બચવવા માટે કયા પ્રકારનું આયોજન કરવામાં આવે છે તે પણ જોવું રહ્યું

