HomeGujaratડિફેન્સ એક્સપો:2022, દેશમાં તમામ પ્રકારની વેપન બુલેટ્સ બનાવતી ભારતીય કંપની આકર્ષણનું કેન્દ્ર

ડિફેન્સ એક્સપો:2022, દેશમાં તમામ પ્રકારની વેપન બુલેટ્સ બનાવતી ભારતીય કંપની આકર્ષણનું કેન્દ્ર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારના રોજ ગાંધીનગરમાં હેલીપેડ એક્ઝીબીશન ગ્રાઉન્ડ ખાતે ડિફેન્સ એક્ઝીબીશન ખુલ્લુ મુક્યુ હતું જેમાં વિશ્વભરમાંથી ડિફેન્સ ક્ષેત્રે સંકળાયેલી વિવિધ કંપનીઓ ભાગ લઈ રહી છે. જેમાં ઈન્ડિયા પેવેલિયન અને ગુજરાત પેવેલિયન વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અને મેક ઈન ઈન્ડિયા અભિયાનથી પ્રેરિત થઈને નવા સ્ટાર્ટઅપ શરૂ કરેલી કંપનીઓ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. એક્ઝીબિશનના ડોમ નં. 7મા સ્ટોલ ધરાવતી ગોવાની હ્યુઝીસ પ્રિસિસન મેન્યુફેક્ચરિંગ આવી જ એક કંપની છે જે દેશમાં તમામ પ્રકારની વેપન બુલેટ બનાવતી ભારતીય કંપની છે. આ કંપની પોતાની બુલેટ્સની પ્રોડક્ટ પૈકી 90% બુલેટ અન્ય દેશોમાં નિકાસ કરે છે.

આ એક ભારતનું MSME સ્ટાર્ટઅપ છે. વર્ષ 2016માં શરૂ થયેલી આ કંપની અત્યારે પિસ્ટલ, રાઈફલ, એન્ટીએર ક્રાફ્ટ, મશીન ગન તેમજ સ્નાઈપર વેપન સહિતના અલગ અલગ હથિયારો માટે 8 પ્રકારની બુલેટ તૈયાર કરે છે. ભારતની આત્મનિર્ભર બુલેટ મેન્યુફેક્ચરર અને એક્સપોર્ટર કંપની છે. હ્યુઝીસ પ્રિસિસન નામની આ ભારતીય કંપની ગોવામાં કાર્યરત એકમાત્ર ડિફેન્સ ફેક્ટરી છે. જે ભારત ઉપરાંત યુકે, યુએસ, આફ્રિકા, નેપાળ સહિત મીડલ ઈસ્ટના દેશો મળી કુલ 12 દેશોમાં વેપન બુલેટ્સ ની નિકાસ કરે છે.

પોતાના સ્ટાર્ટઅપ અંગે કંપનીના ડિરેક્ટર સંજય સોની જણાવે છે કે, વર્ષ 2016માં શરૂ કરવામાં આવેલુ મારૂ સ્ટાર્ટ અપ અત્યારે આંતરાષ્ટ્રીય બજાર સુધી પહોંચ્યુ છે. તેની પાછળ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા દુરંદેશી મીશન ઉદ્દીપક બન્યા છે. એટલુ જ નહી વડાપ્રધાનએ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગની આયાત પર લગાવેલી બ્રેકના પરિણામે પણ ભારતીય કંપનીઓની ડિમાન્ડ ખૂબ વધી છે. અમેરિકાની વિવિધ ખાનગી કંપનીઓએ આયાત કરેલી અમારી આ બુલેટ્સ તબક્કાવાર અલગ અલગ 12 દેશોએ અપનાવી છે. જેનું એકમાત્ર કારણ ભારતીય બનાવટના આ ગુણવત્તાયુક્ત ઉત્પાદન છે. વધુમાં તેમણે કહ્યુ કે, હજૂ પણ ગ્રેનેડ અને ટેન્ક માટેના પાર્ટિકલ્સ બનાવવાની દિશામાં અમે કામ કરી રહ્યા છીએ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW