મોરબી જિલ્લા ભાજપના કાર્યકર અને ટંકારા તાલુકાના યુવા કિસાન અગ્રણી અજય પટેલ ઝાલરીયા આયોજિત મોરબી જિલ્લાના ટંકારા અને રાજકોટ તાલુકાના પડધરી મતવિસ્તાર તમામ ગ્રામ પંચાયતના સરપંચ સરદાર વલ્લભભાઈ પટેલની તસવીર આપીને સરદાર સરપંચ સન્માન સમારોહનું આયોજન કર્યું હતું આ સમારોહમાં રાજકોટ બેઠકના સાંસદ મોહનભાઈ કુંડારીયા, જિલ્લલા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયા તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, કિરીટભાઈ, બચુભાઈ, જતીનભાઈ, રવિભાઈ, રમાબેન, વિશાલભાઈ, શૈલેષભાઈ, રમેશભાઈના હસ્તે રવાપર ગ્રામ પંચાયત સરપંચ નીતિનભાઈ, અરૂણભાઇ રાજપર ગ્રામ પંચાયત, ભરતભાઈ મારવણીયા સનાળા ગ્રામ પંચાયત સરપંચ પ્રફુલભાઈ બાવરવા ધર્મેન્દ્રસિંહ ઝાલા રામપર ગ્રામ પંચાયત રમણીકલાલ, વીરપર ગ્રામ પંચાયત, મહેશભાઈ નસીતપર ગામના સરપંચ સદસ્ય પ્રદીપભાઈ બરાસરા તથા અન્ય ગ્રામ પંચાયતના સદસ્ય તેમજ અલગ અલગ ગ્રામ પંચાયતના સદસ્ય અને હોદેદારોની તસ્વીર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આગામી દિવસમાં બન્ને તાલુકાના ગામડાઓના સરપંચનું સરદાર પટેલની તસ્વીર આપી સન્માન કરવામાં આવશે.


