Tuesday, December 5, 2023
HomeGujaratસાઇડ આપ્યા વગર ટર્ન થઈ જતાં ટ્રેલર પલટી મારી ગ્યું

સાઇડ આપ્યા વગર ટર્ન થઈ જતાં ટ્રેલર પલટી મારી ગ્યું

Advertisement
Advertisement

સોજીત્રા રોડ સૌરાષ્ટ્ર તરફ જતા ભારે વાહનો અને પેસેન્જર વાહનો માટે અનુકૂળ માર્ગ સાબિત થઇ રહ્યો છે. વાસદ બગોદરા અને નેશનલ હાઇવે પરના ઊંચા ટોલના ખર્ચથી બચવા વાહન ચાલકો આણંદ સોજીત્રા રોડ થઈને તારાપુર બગોદરા તરફ જવાનું વધુ પસંદ કરે છે.

જેના કારણે આ માર્ગ સતત વાહનોની અવર જવરથી વ્યસ્ત રહેતો હોય છે. ત્યારે ફરી એકવાર તે વિસ્તારમાં ટ્રેલર ચાલકે ગફલતથી ટ્રેલર ડિવાઇડર પર ચઢાવી દેતા પલ્ટી ખાઇ ગઇ હતી. છેલ્લા કેટલાક સમયથી આણંદ સોજીત્રા રોડ પરના વલાસણ નજીકની નહેર પરનું સાંકડું ગરનાળું વાહન અકસ્માતો માટે કારણભૂત બની રહ્યું હોય તેમ અવારનવાર અકસ્માતો સર્જાઇ રહ્યા છે.

તેમાંયે ગરનાળા નજીકના માર્ગ પરના ડિવાઇડર પર રિફલેક્ટર ન હોવાના કારણે અવારનવાર નાના, મોટા વાહનો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. જેને કારણે વાહચાલકોને જીવ ના જોખમે પ્રવાસ કરવો પડતો હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.

મહત્ત્વનું છે કે શિયાળાની શરુઆત થઈ રહી છે, તેવામાં વહેલી સવારે છવાયેલા ધુમ્મસભર્યા વાતાવરણના કારણે આ માર્ગેથી પસાર થતા અજાણ્યા વાહન ચાલકોને રિફલેક્ટર વિનાના ડિવાઇડરના કારણે ભારે પરેશાની ભરી સ્થિતિનો સામનો કરવો પડયો હતો.

જેમાં એક ટ્રેલર ચાલકે ગફલતથી ટ્રેલર ડિવાઇડર પર ચઢાવી દેતા પલટી ખાઇ ગઇ હતી. જોકે આ સમયે નજીકમાંથી કોઇ અન્ય વાહન પસાર થતું ન હોવાના કારણે ગંભીર અકસ્માત સર્જાયો ન હતો. પરંતુ ટ્રેલરના પાછળના વ્હીલ છુટા પડી જવા સહિત ચેસીસને ભારે નુકસાન પહોંચ્યું હતું અને ડ્રાઈવરને ઈજા પહોંચી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

16,367FansLike
10FollowersFollow
1,000SubscribersSubscribe

TRENDING NOW