આપણે રાજસ્થાનને મહારાજાઓની ભવ્ય ભૂમિ કહીએ છીએ એવા રાજ્યમાં યોજાયેલ ઇન્વેસ્ટ રાજસ્થાન ૨૦૨૨ શિખરમાં હાજર રહી અદાણી સમૂહના વર્તમાન અસ્તિત્વ અને ભવિષ્યની યોજનાઓ વિષે વાત કરવાની મળેલી તક માટે વિશેષ ધન્યતા અનુભવું છું. આ એ જ ધરતી છે જેણે આપણને આપણા રાષ્ટ્રને કેટલીક તેજતરાર શૂરવીર હસ્તીઓ હામ્મીરા દેવા, મહારાણા કુમ્ભ, હેમચંદ્ર વિક્રમાદિત્ય, મહારાજા સુરજ મલ અને મહારાણા પ્રતાપના સ્વરુપમાં આપી છે. આ કઠીન મરુભૂમિએ આપણને મહાન યોધ્ધાઓ આપ્યા છે. એમાં જરાપણ આશ્ચર્ય નથી કે રાજસ્થાનની મારી દરેક મુલાકાત અંગત રીતે પ્રેરણાદાયી જણાઇ છે.!
આદરણિય મુખ્યમંત્રીશ્રી આપની ગત ટર્મ દરમિયાન રાજસ્થાનમાં પાવર ક્ષેત્રમાં રોકાણ કરવાની અમારી અભિરુચી વ્યકત કરવા આપને પ્રથમવાર મળ્યો ત્યારે આપે તત્કાલ અમારુ સમર્થન કર્યું અને આપના અધિકારીઓને અનુકૂળ જમીન, પાણી શોધીને ફાળવી આપવા અને શક્ય તેટલી ઝડપે જરુરી મંજૂરીઓ આપવા સૂચનાઓ આપી હતી તે મને બરાબર યાદ છે. આટલી ઝડપી નિર્ણય પ્રક્રિયા મેં ક્યારેય જોઇ નથી અને એ જ ઝડપે અમોને 1320 મેગાવોટનો કવાઈ પાવર પ્લાન્ટ 36 મહિનાના સમયમાં સ્થાપવા જોમ આપ્યું જે ભારત માટે વિક્રમ હોવા સાથે અદાણી સમૂહે નિર્માણ કરેલા સુપર ક્રિટીકલ થર્મલ પાવર પ્લાન્ટ માટે પણ રેકોર્ડ છે.
આદરણિય મુખ્યમંત્રીશ્રી, આપના પડોશી ગુજરાતમાં રહીને મને રાજસ્થાનનાં સામાજિક અને
રાજ્યના આર્થિક ઉત્થાન માટે આપના નેતૃત્વને ચોતરફથી જોવાનો વિશેષાધિકાર પણ મળ્યો છે. આપે સમાજ કલ્યાણની અમલમાં મૂકેલી જાગ્રીતી બેક ટુ વર્ક યોજના, શક્તિ ઉડાન યોજના અને મુખ્યમંત્રી અનુ-પ્રિતી કોચીંગ જેવી યોજના રોજગાર, સસ્તુ શિક્ષણ અને આરોગ્ય સંભાળ માટે ચાલક બળ બની રહી છે અને તે રીતે સામાજિક સલામતીને મજબુત બનાવવા સાથે નવો ચીલો પાડી રહી છે. ભારત માટે તેના વ્યાપ, ઉદ્દેશ અને તેનામાં રહેલી અસરકારકતા એક બેન્ચમાર્ક બની રહી છે.
આર્થિક મોરચે આપના વિઝને રાજસ્થાનને આપણા રાષ્ટ્રની સૌર ઉર્જાના સૂકાનીમાં રુપાંતર કરવા માટેનો પાયો નાંખ્યો છે. ઘણાં લોકો આતિથ્યવિહીન કહે છે તે થારના રણને રિન્યુએબલ એનર્જીના દુનિયાના પાટનગરોમાંના એકમાં પરિવર્તન કરી તેના હેતુને સમૂળગો ફેરવી નાખતા આપને જોઇને મોહિત થયો છું.
આપના વિઝન પ્રત્યેનો અમારો સંકલ્પ અમારા કાર્યોમાં પ્રતિબિંબિત થાય છે. રાજસ્થાન સરકાર સાથેના અમારા સંયુકત સાહસથી નિર્મિત 10 હજાર મેગાવોટનો સોલાર પાર્ક સંપૂર્ણ કાર્યરત તરફ દોરી ગયો છે જેમાંથી 1500 મેગાવોટ ગ્રીન પાવરના ઉત્પાદનની શરુઆત તો ક્યારની શરુ કરી ચૂકી છે. રાજસ્થાનમાં પણ રિન્યુએબલ્સમાં અમારા ગૃપનું સીધું રોકાણ સતત વેગવાન બની રહ્યું છે અને રુ.20 હજાર કરોડના રોકાણથી 4 હજાર મેગાવોટના પ્રોજેક્ટ્સ શરુ પણ કરી દીધા છે. વધુમાં ગત દસકાથી રાજસ્થાન 4300 મેગાવોટથી વધુ થર્મલ પાવર પેદા કરે તેમાં મદદરુપ થવા અમે ઇંધણનો પૂરવઠો પૂરો પાડી રહ્યાં છીએ. અમે 19 ગ્રીડ સબ-સ્ટેશન ચલાવી રહ્યા છીએ અને હાઇ-વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન્સ સાથે સંકળાયેલા છીએ. કિશનગઢમાં ડ્રાય પોર્ટ કન્ટેનરનું સંચાલન કરીએ છીએ, જયપુર એરપોર્ટનું સંચાલન અને વિસ્તરણ કરવા ઉપરાંત અલવાર અને બુંદીમાં ખાદ્યતેલના બે પ્લાન્ટ પણ ચલાવી રહ્યાં છીએ.