HomeGujaratમોરબીના પુરવઠા અધિકારી તથા બે મામલતદારની અન્ય જીલ્લામાં બદલી

મોરબીના પુરવઠા અધિકારી તથા બે મામલતદારની અન્ય જીલ્લામાં બદલી

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ વિભાગમાં બદલીઓના ઘાણવા નીકળી રહ્યા છે. રાજ્યમાં હાલ સુપરકલાસ ઓફિસરથી લઈ વર્ગ 3 ના કર્મચારીઓને બદલી કરવામા આવી છે.ત્યારે ફરી એકવાર રાજ્યમાં મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરની બદલીના ઓર્ડર થયા છે આ ઓર્ડર મુજબ મોરબી જિલ્લાના પુરવઠા અધિકારી દેવાંગ રાઠોડની બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો છે. દેવાંગ રાઠોડ ઉપરાંત 6 અન્ય ડેપ્યુટી અધિકારીની બદલી કરવામાં આવી હતી.આ ઉપરાંત અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા મામલતદાર કક્ષાના અધિકારીની પણ બદલી કરાઈ છે જેમાં મોરબી સિટી મામલતદાર પી.એમ સરડવાની રાજકોટ ચીટનિસ,એચ ડી પરસણીયાની જામનગર જિલ્લામાં બદલી થઈ છે બીજી તરફ રાજકોટ કલેક્ટર કચેરીના પીઆરઓ એચ આર સંચલાની મોરબી સિટી મામલતદાર કચેરી બદલી કરાઈ છે તો માળિયા મિયાણાના મામલતદાર તરીકે જૂનાગઢ સિટી મામલતદાર વી.આર માકડીયાને મુકવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW