HomeGujaratમાતાના આરાધનાનો પર્વ નવરાત્રી પૂર્ણ,મોરબીમાં આજે 25 ફૂટ ઉંચા રાવણનું થસે દહન...

માતાના આરાધનાનો પર્વ નવરાત્રી પૂર્ણ,મોરબીમાં આજે 25 ફૂટ ઉંચા રાવણનું થસે દહન તૈયારીઓ કરાઈ

દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેરઠેર હોમ હવનનું આયોજન કરાયું છે તો સાંજના સમયે રાવણ દહનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ક્ષત્રિય સમાજ દ્વારા બાઈક રેલી અને શષ્ટરપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે.

મા નવદુર્ગાની આરાધનાનું પર્વ રંગેચંગે પૂર્ણ થયું છે. 2 વર્ષ બાદ પાર્ટી પ્લોટમાં રાસ ગરબાનું આયોજન થતા ખેલૈયા મનમુકીને ગરબે ઘુંમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી તો હવે આ પર્વનું મંગળવારે અંતિમ નોરતું હોય જે બાદ 9 દિવસની આ પર્વ પૂર્ણ થઈ જશે જ્યારે આવતીકાલે દશેરા પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરશે અસત્ય પર સત્યની વિજયનો પર્વ વિજયાદસમી પર્વની ઉજવણી માટે વિવિધ આયોજન કરવામાં આવી રહ્યો છે જે મુજબ મોરબીના મશાલવાડી વિસ્તારમાં રામલીલા નાટક બાદ 25 ફૂટ ઉંચાઈના રાવણ અને તેના ભાઈ કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાનું પણ દહન કરવામાં આવશે આ સિવાય જેતપર ગામમાં પણ રાવણ દહન કરી અસત્ય પર સત્યના વિજયનો સંદેશ આપવામાં આવશે જેતપર ઉપરાંત મોરબી જિલ્લાના વિવિધ ગામમાં રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ક્ષત્રિય સમાજ દ્વારા શકત શનાળા ગામ ખાતે શસ્ત્ર પૂજનનું આયોજન કરાયું છે આયોજન મુજબ દશેરા પર્વ નિમિત્તે સામાંકાંઠા ખાતે આવેલ મહારણા પ્રતાપ સર્કલ ખાતેથી ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો બાઈક રેલી કરશે. શહેરના મુખ્ય માર્ગોપર ફરશે અને ત્યાંથી શનાળા રોડ ખાતે આવેલ શક્તિ મંદિર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવશે.

આ ઉપરાંત વિજયા દશમીએ રાષ્ટ્રીય સ્વયં સેવકના સ્થાપના દિવસ પણ હોય આ દિવસ નિમિત્તે મોરબીમાં આર એસ એસ દ્વારા વિજ્યોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ નિમિતે મોરબી શહેર માં ચિત્રકૂટ સોસાયટી,નરસંગ ટેકરી,જયારે ટંકારા તાલુકા ખાતે વિવિધ પ્રયોગ, મહાનુભાવોનું વકતવ્ય તેમજ સંઘ કાર્યકરોનું પથસંચલન કરવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW