HomeGujaratપ્રાથમિક શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત કરવાની હાઇકોર્ટમાં અરજી

પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત કરવાની હાઇકોર્ટમાં અરજી

રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવાની માંગ સાથે માતૃભાષા અભિયાન સંસ્થાએ હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. હાઇકોર્ટે ગુજરાતી ભાષાના મુદ્દે થયેલી અરજીને પ્રાથમિક રીતે સ્વીકારી રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ સહિતના પક્ષકારોને નોટીસ ઈશ્યૂ કરી છે.

અરજીમાં રાજ્ય સરકારના તારીખ 13.4.2018 ના પરિપત્રનો સાચા અર્થમાં શબ્દશઃ અને સત્ત્વશીલ અમલ કરાવવામાં આવે એવી માંગ ઉઠી છે.સરકારના પરિપત્ર પ્રમાણે ગુજરાત રાજ્યમાં દરેક પ્રાથમિક શાળામાં ગુજરાતી વિષય ફરજિયાતપણે તબક્કાવાર જુદાં જુદાં ધોરણોમાં ભણાવવામાં આવશે. જોકે આ પરિપત્રની અમલવારી નહીં થઈ રહી હોવાની અરજદારે રજૂઆત કરી છે. પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી સ્થાનિક ભાષા અથવા માતૃભાષા શીખે તે માટે આગ્રહ રાખવો જરૂરી છે. કેન્દ્ર સરકારે 2020માં બહાર પાડેલી નેશનલ એજ્યુકેશન પોલિસીમાં પણ થ્રી લેંગ્વેજ ફોર્મ્યુલાને સમર્થન અપાયું હોવાનું અરજદારે જણાવ્યુ છે. આ અંગે 18 ઓકટોબરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW