નવરાત્રિના તહેવારને ઘણા ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે શારદીય નવરાત્રિ 26મી સપ્ટેમ્બર, સોમવારથી શરૂ થઇ હતી. તેનું સમાપન બુધવારે, 5મી ઓક્ટોબરના રોજ દશેરા પર થશે. નવરાત્રિના બે સૌથી મહત્વપૂર્ણ દિવસ છે આઠમ અને નોમ. આઠમ અને નોમના દિવસે લોકો વ્રત ખોલે છે અને પોતાના ઘરોમાં કન્યા પૂજા પણ કરે છે.
આઠમ કે જેને મહા આઠમ કે દુર્ગાષ્ટમીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ નવરાત્રિનો આઠમો દિવસ હોય છે. આ દિવસે નવદૂર્ગાના આઠમા સ્વરૂપ મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. મા મહાગૌરી પવિત્રતા અને શાંતનું પ્રતિક માનવામાં આવે છે. મહા આઠમ પર નવ નાના વાસણ સ્થાપિત કરવામાં આવે છે અને તેમાં મા દુર્ગાની નવ શક્તિઓનું આહ્વાન કરવામાં આવે છે. આઠમની પૂજા દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. લોકો આ દિવસે કન્યાઓની પણ પૂજા કરે છે, કારણ કે, મા દુર્ગાના નવ રૂપોની પૂજા કરવામાં આવે છે.
આઠમ 3જી ઓક્ટોબરના રોજ સોમવારે આવે છે. હિંદુ પંચાંગ અનુસાર, આઠમ તિથિની શરૂઆત 2જી ઓક્ટોબર, રવિવારના રોજ સાંજે 6 વાગીને 47 મિનિટ પર થશે અને 3જી ઓક્ટોબરના રોજ સાંજે 4 વાગીને 37 મિનિટ સુધી રહેશે. અભિજીત મુહૂર્ત સવારે 11 વાગીને 46 મિનિટથી બપોરે 12 વાગીને 34 મિનિટ સુધી રહેશે.નોમ કે મહા નોમ નવરાત્રીનો નવમો દિવસ હોય છે. મહા નોમ પર દેવી દુર્ગાને મહિષાસુર મર્દિનીના રૂપે પૂજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, મહાનોમના દિવસે મા દુર્ગાએ રાક્ષસ મહિષાસુરનો વધ કર્યો હતો.
નવરાત્રિના નવ દિવસ ભક્ત મા દુર્ગાના નવ અવતારમાં સિદ્ધિદાત્રીની પૂજા પણ કરે છે. કેટલાક ભક્તો પણ નોમ પર પણ કન્યા પૂજા કરે છે.આ વર્ષે નોમ 4થી ઓક્ટોબર, મંગળવારને રોજ આવે છે. હિંદુ પંચાંગ અનુસાર, નોમ તિથી 3જી ઓક્ટોબરના રોજ સાંજે 4 વાગીને 37 મિનિટ પર શરૂ થશે અને 4થી ઓક્ટોબરના રોજ 2 વાગીને 20 મિનિટ પર સમાપ્ત થશે. તે સિવાય બ્રહ્મ મુહૂર્ત સવારે 4 વાગીને 38 મિનિટ પર શરૂ થસે અને 5 વાગીને 27 મિનિટ પર સમાપ્ત થશે. અભિજીત મુહૂર્ત સવારે 11 વાગે છે.