મોદીની સુરત એરપોર્ટ પર ઉતરાણ બાદ હેલિકોપ્ટરમાં ગોડાદરાના હેલિપેડ પર પહોંચ્યા હતા. ત્યારબાદ હેલિપેડથી રોડ-શોની શરૂઆત થઈ હતી. રોડ-શો બાદ ખુલ્લી કારમાં સભા સ્થળે પહોંચ્યા છે. આજે શહેરમાં 3472.54 કરોડના 59 વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે.
ખાસ તૈયારીઓ: રોડ શો રૂટ પર બેરિકેડિંગ સહિતની તૈયારી કરાઈ છે. સમગ્ર રૂટ પર 8 કલાક પૂર્વેથી ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. તમામ ક્રોસિંગ પર CCTV દ્વારા મોનિટરિંગ થશે. એટલું જ નહીં પણ રોડ શો દરમ્યાન માર્ગ પર કોઇ પશુ પણ વચ્ચે આવી ન શકે તે રીતે રહેણાંક વિસ્તારોની ફૂટપાથ આડે જાળીઓ ફિટ કરાઇ છે.
પ્રોજેક્ટ: ડ્રીમ સિટી પ્રોજેક્ટના રૂા.370 કરોડના કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્તરૂા.139 કરોડના ખર્ચે સુરતમાં બનશે નવો બાયોડાયવર્સિટી પાર્કરૂા.324.66 કરોડના ખર્ચની ચાર જેટલી પાણી પુરવઠા યોજનાઓના અપગ્રેડેશનના કાર્યનું ખાતમુહુર્તસિવિલ હોસ્પિટલમાં123.47 કરોડના ખર્ચે બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ બનશેરૂા.108 કરોડના ખર્ચે સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરનું લોકાર્પણરૂા.52 લાખના ખર્ચે ‘ખોજ- વિજ્ઞાન+કળા+નવીનીકરણ મ્યુઝિયમ’નું લોકાર્પણ થશેરૂા.108 કરોડના ખર્ચે સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરનું લોકાર્પણ કરાશેસ્મીમેરના G-H બ્લોક, મેડિકલ કોલેજના A-B બ્લોક મોટા કરાશેસ્મીમેરમાં રોજ 3500 દર્દી આવે છે, વર્ષે 200 અન્ડર ગ્રેજ્યુએટ અને 123 પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ હોય છે. જેથી પાલિકાએ 13.47 કરોડના ખર્ચે G-H બ્લોક અને કોલેજના A-B બ્લોકના વિસ્તૃતિકરણનું ખાતમુહૂર્ત કરાશે.