અત્યારે આપણા મનમાં એક પ્રશ્ન થાય સમાજની એક વાસ્તવિક પરિસ્થિતિમાં નેગેટિવિટી જોઈએ છીએ ત્યારે કે આ પેઢી ક્યાં જઈને અટકશે. આવતા 10 વર્ષ પછી સમાજનું ચિત્ર શું હશે? 2031માં ધર્મનું સ્થાન ક્યાં હશે? આપણી સંસ્કૃતિ, આપણો વારસો આજની આ યુવા પેઢી જીવંત રાખશે કે નહીં આવા અનેક પ્રશ્નો આપણા મનમાં ઉદભવે એ સ્વાભાવિક છે. પણ સમાજનું બીજું ચિત્ર પણ આપણને સ્પષ્ટ જણાય છે કે આજના યુવાનો જ્યારે વિજ્ઞાને કહેલી બધી વાત માને છે અને વિજ્ઞાન દ્વારા જ બધી વાતને સ્વીકારવાની અનુમતિ આપે છે ત્યારે વધારેને વધારે આપણને એ વાત સ્પષ્ટ થતી જાય છે કે વિજ્ઞાન એ ધાર્મિક મૂલ્યો, શ્રદ્ધાઓને અને પરંપરાઓને સાબિત કરતું જાય છે.
ઉત્સવો પણ આપણે અત્યારે ઉજવી રહ્યા છીએ. દીપોત્સવી પર્વ છે અને આપણા પ્રાચીન ઋષિમુનિઓએ પ્રત્યેક મનુષ્યને મનની મોકળાશ મળે, જીવનમાં રહેલી નીરસત ખંખેરાય જાય, ભાવનાની ભીનાશ વધે અને હતાશ હૈયામાં નવીન પ્રાણનો સંચાર થાય તે હેતુથી ઉત્સવની શૃંખલા પ્રયોજેલી છે. માણસ ઉત્સવ પ્રિય છે, આવતા દિવસોમાં ઉત્સવો પણ વધુ સિસ્ટમેટિક રીતે ઉજવાશે જેથી દરેક ઉત્સવમાં સર્વાંગી રીતે વ્યક્તિ અને સમાજને લાભ થાય.
70-80ના દાયકામાં માત્ર ફ્લેટ્સ બનતા બીજી કોઈ એમિનિટીઝ હતી નહીં, હવે સોસાયટીમાં કોમન પ્લોટ, ગાર્ડન, જિમ, સ્વિમિંગ પૂલ, પાર્કિંગ થવા લાગ્યા છે, તો ભવિષ્યમાં બિલ્ડર્સ અને ડેવલપર્સ ફેસ્ટિવલ કમ્પેટીબલ હોમ્સ પણ બનાવશે એટલે કે ઉત્સવ સારી રીતે ઉજવી શકાય તેવા ઘરો પણ બનાવશે. દા.ત. કોઈ સોસાયટીમાં 10 હાઈરાઈઝ ટાવર હોય તો તે તમામ ટાવરની ટેરેસ લિંક કરી અને સારી રીતે ગરબા રમાડી શકાય તેવું પણ આયોજન કરે.
ભવિષ્યમાં ફેસ્ટિવલ કમ્પેટીબલ હોમ અને ફેસ્ટિવલ કમ્પેટીબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ બનશે. શહેરનો જ્યારે વિસ્તાર થાય ત્યારે પણ તેમાં તહેવારો ઉજવી શકાય તેવી જગ્યા રાખવાનું પણ આયોજન કરાશે. દરેક વ્યક્તિ જે આપણા જીવનમાં છે તેણે પૂર્ણ રીતે સ્વીકાર કરવો, કે તે વ્યક્તિમાં કદાચ 70 ટકા સારી વાત છે, 30 ટકા કદાચ આપણને ન ગમતી હોય એવી વાત હોય છતાં એ વ્યક્તિ આપણા જીવનમાં છે, સંબંધની દૃષ્ટિએ, વ્યવહારની દૃષ્ટિએ તો એને પૂર્ણ રીતે સ્વીકારી લેવી. પછીનો A એટલે Adjustment and Compromise એટલે કે એડજસ્ટ થઇ જવું, કોઈનો વિચાર સ્વીકારવો, જેથી ફ્રેન્ડશિપ બોન્ડ સ્ટ્રોંગ થાય, ફેમિલી બોન્ડ સ્ટ્રોંગ થાય તે રીતે આપણે શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરી શકીએ છીએ.