નવરાત્રીના ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની પૂજા થાય છે. માં ચંદ્રઘંટાની પૂજા મંત્ર થી શરૂઆત કરવી જોઈએ.“।। या देवी सर्वभूतेषु माँ चंद्रघंटा रूपेण संस्थिता ।।”“।। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।”માં ની આરાધના કરવાથી સાધક નિર્ભય, વીર અને વિનમ્ર થાય છે. શુદ્ધ અને શાંત મને માં ચંદ્રઘંટાની ઉપાસના કરવી જોઈએ. તેનાથી તમામ દુઃખોમાંથી મુક્તિ મળી પરમ સુખન મળે છે.માં ચંદ્રઘંટાનું સ્વરૂપ ચંદ્રની સમાન સુંદર અને અલૌકિક છે. આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. માં સિંહ પર બિરાજમાન છે. તેમના મસ્તકમાં ઘંટના આકારનો અર્ધચંદ્ર છે માટે ચંદ્રઘંટા દેવી કહેવામાં આવે છે.
નવરાત્રિના તહેવારનો આજે ત્રીજો દિવસ છે ત્યારે ત્રીજા નોરતે માતાજીનું ત્રીજુ સ્વરૂપ ર્માં ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. માતાજીની ઉપાસના શકિતદાયક અને કલ્યાણકારી છે. માતાજીનો રંગ સુવર્ણ સમાન અને દશ હાથ છે. તેમાં ખડગધારી અને તલવાર, ત્રીશુલ, તિર, સુશોભિત છે. માતાજીનું વાહન સિંહ છે.માતાજીની ઉપાસનાથી અલૌકિક વસ્તુના દર્શન થાય છે. અને દિવ્ય સુગંધ તથા ધ્વનીનો અનુભવ થાય છે. માતાજીની ઉપાસનાથી બધાજ પાપો નષ્ટ થઈ જાય છે. અને જીવનની બધી જ બાધાઓ દૂર થઈ જાય છે.માતાજીની ઉપાસના સાવધાન અને નિર્ભય રહીને કરવી જરૂરી છે.