શા માટે હાલ ની પરિસ્થિતિ મા , પરિવાર માટે તકેદારી જરૂરી છે….પશ્ચિમ ના દેશોમાં જે સંસ્કૃતિ, સંસ્કાર અને પરિવારો નું ધોવાણ થઇ રહ્યું છે..એ ધીરે ધીરે ભારતમાં પણ આવી રહ્યું છે, આથી પરિવાર ની નિષ્ઠા, એકતા જળવાઈ રહે , એ જરૂરી છે.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પ્રેરિત : ઘરસભા” એ ખુબ જ મજબુત વિચાર છે, જો તેનો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો, ઘર ની શું….તમે આખા વિશ્વ ની તકલીફો દુર કરી શકો.
આટલું બધું કામ કાજ હોવા છતાં , દર રોજ સાંજે ૬ વાગ્યા પછી, એમનો ફોન-મોબાઈલ બંધ થઇ જાય છે…અને રોજ કમ સે કમ ૪૫ મીનીટ સુધી,પોતાની પત્ની નો હાથ પકડી ચાલવા જાય છે, પોતાના પૌત્રો સાથે સાંજ ફરજીયાત ગુજારે છે…આથી જ પશ્ચિમ ના આટલા “ધૂંધળા” વાતાવરણ વચ્ચે પણ, એમના લગ્ન ને પચાસ વર્ષ પુરા થયા…આજના જમાના શિક્ષણ ખૂબ જ વધ્યું છે. પણ ગુનાખોરીનું પ્રમાણ ઘટવાને બદલે વધતો જઈ રહ્યો છે ટેકનોલોજી દ્વારા આપણે અદ્યતન સુવિધાવાળી અનેક સારી વસ્તુઓ બનાવી શક્યા છીએ પરંતુ સારા માણસો બનાવી શકતા નથી. સારા માણસો માટે પર્સનાલિટી ડેવલોપમેન્ટ ફોર્સ સાથે શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભણતરમાં સંસ્કાર નહિ હોય તો ભણેલા ભૂત તૈયાર થશે જે સમાજ માટે આશીર્વાદ અને અભિશાર્પ બન્ને બની શકે છે.