Sunday, January 26, 2025
HomeReligionરવિવારના દિવસે બસ આટલું કરો, રૂપિયો સાત પેઢી સુધી નહિ ખૂટે

રવિવારના દિવસે બસ આટલું કરો, રૂપિયો સાત પેઢી સુધી નહિ ખૂટે

હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઈના કોઈ દેવને સમર્પિત હોય છે. રવિવારનો દિવસ સૂર્ય દેવની આરાધના માટે ઉત્તમ માનવામાં આવે છે. તમે દરરોજ સૂર્યદેવની ઉપાસના કરતા નથી તો કમ સે કમ રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા અવશ્ય કરો.

રવિવારના દિવસે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ. આમ કરવાથી સૂર્ય દેવ પ્રસન્ન થાય છે અને ભક્તોની બધી મુશ્કેલીઓ દૂર કરે છે.નોકરી અને વેપારમાં પ્રગતિ કરવા માંગો છો તો રવિવારના દિવસે વહેતા પાણીમાં ગોળ અને ચોખાનુ મિશ્રણ કરીને જળમાં પ્રવાહિત કરી દેવુ જોઈએ. આમ કરવાથી સૂર્ય દેવ ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ કુંડળીમાં સૂર્ય ગ્રહ અશુભ અવસ્થામાં હોય અથવા નબળો હોય તો વ્યક્તિને રવિવારના દિવસે માછલીઓને લોટની ગોળીઓ બનાવીને ખવડાવવી જોઈએ. આવુ કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થાય છે. સૂર્ય કૃપાથી વ્યક્તિના જીવનમાં આવી રહેલી તમામ પરેશાનીઓ દૂર થાય છે.રવિવારના દિવસે ઉગતા સૂર્યને જળ ચઢાવવુ ખૂબ શુભ હોય છે. સૂર્ય દેવને જળ અર્પણ કર્યા બાદ માતા લક્ષ્‍મીનુ પૂજન પણ કરવુ જોઈએ. આમ કરવાથી સૂર્ય દેવની સાથે-સાથે માતા લક્ષ્‍મીનો પણ આશીર્વાદ મળે છે અને ઘરમાં ધન-સંપત્તિની ક્યારેય કમી થતી નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,783FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW