HomeGujaratમોરબીમાં રૂ 1.19 કરોડની લૂંટના ગુનામાં ફરાર વિનોદ ઉર્ફે દેવાને રાજકોટ રૂરલ...

મોરબીમાં રૂ 1.19 કરોડની લૂંટના ગુનામાં ફરાર વિનોદ ઉર્ફે દેવાને રાજકોટ રૂરલ પોલીસે દબોચી લીધો

મોરબીના રાજકોટ બાયપાસ પાસે એક આંગડીયા પેઢીના કર્મચારીને તલવાર અને ધોકાની અણીએ કેટલાંક શખ્સોએ રૂ 1.19 કરોડની કીમતની રોકડની લૂંટની ઘટના બની હતી આ ઘટનામાં જેતે સમયે મોરબી અને રાજકોટ ગ્રામ્ય પોલીસે સયુક્ત ઓપરેશન કરી જાવીદ અલ્લારખાભાઇ ચૌહાણની ટીપની આધારે લૂંટને અંજામ આપનાર તેના ભાઈ અને મુખ્ય સૂત્રધાર મહમદઅલી ઉર્ફે પરવેઝ અલ્લારખાભાઇ ચૌહાણ, સવસીભાઇ હકાભાઇ ગરાંમડીયા અને સુરેશ મથુરભાઇ ગરાંભડીયાને ઝડપી લીધા હતા. આ ઉપરાંત આ ગુનામાં થયેલ લુંટની રકમ પણ જે તે વખતે રીકવર કરવામાં આવી હતી.

આરોપીઓની પૂછપરછ દરમિયાન કેટલાંક વિનોદ ઉર્ફે દેવો ઉર્ફે દેવરાજ ખેંગાર મંદુરિયાનું નામ પણ ખુલ્યું હતું જોકે આરોપી પોલીસને ચકમો આપી ઘણા સમયથી ફરાર હતો આ આરોપી વિરદ્ધ જસદણ પોલીસ મથકમાં પણ મારામારીનો ગુન્હો નોધાયેલ હોય અને તેમાં પણ નાસતો ફરતો હતોપોલીસે આરોપીને ઝડપી લેવા બાતમીદાર સ્રકીય કરતા આં શખ્સ ગઢડીયા ચોકડી પાસે હોવાની રાજકોટ એસઓજીની ટીમને બાતમી મળતા એસઓજી ની ટીમે વોચ ગોઠવી ગઢડીયા ચોકડીએથી વિનોદ ઉર્ફે દેવો ઉર્ફે દેવરાજ ખેંગાર મંદુરિયાને ઝડપી લીધો હતો. આરોપી વિરુદ્ધ બોટાદ પોલીસ,જસદણ પોલીસ,અમદાવાદ ગ્રામ્ય સાયલા અને પાળીયાદ સહિત 10 વિરુદ્ધ પણ અલગ અલગ પોલીસ મથકમાં ગુના નોધાયા હોવાનું સામે આવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW