ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પાસે આજે પોલીસ પરિવાર અને એલઆરડી મહિલા ઉમેદવારોએ રસ્તા પર ચક્કાજામ કર્યુ હતું. આંદોલનકર્તાઓ રસ્તા પર બેસી જતા થોડા સમય માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો. આ દરમિયાન પોલીસે તેઓની અટકાયત કરી હતી.
આજે વિધાનસભા બે દિવસના ટુંકા સત્રનો અંતિમ દિવસ હતો. આ દરમિયાન સત્યાગ્રહ છાવણી ખાતે એલઆરડી મહિલા ઉમેદવારો અને પોલીસ પરિવાર દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. એલઆરડી મહિલાઓ વર્ષ 2018માં લેવાયેલી એલઆરડીની ભરતીમાં થયેલા અન્યાય મામલે ન્યાય અપાવવા માંગ સાથે પાટનગરમાં છેલ્લા દસ દિવસથી આંદોલન કરી રહી છે. તેઓએ સત્યાગ્રહ છાવણી ખાતે ધામા નાખ્યા છે. મહિલા ઉમેદવારોનો આરોપ છેકે, 1 ઓગષ્ટ 2018નો ઠરાવ ચાલુ ભરતી દરમિયાન રદ્દ થતા 313 જેટલી બિનઅનામત મહિલા ઉમેદવારોને નોકરીથી વંચિત રહેવુ પડયુ છે. તેઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઇ ગયા છે. તેમ છતા હજુ ઓર્ડર મળ્યો નથી.
આજે આ મહિલા ઉમેદવારો વિફરી હતી. તેઓએ ઘ રોડ પર રસ્તા પર આવીને ચક્કાજામ કર્યો હતો. રસ્તા પર બેસી જતા બંને તરફનો ટ્રાફિક થમી ગયો હતો. મહિલા ઉમેદવારોએ ન્યાય આપવાની માંગ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. બીજીતરફ બંદોબસ્તમાં રહેલી પોલીસે ત્યારબાદ આ મહિલા ઉમેદવારોને દુર કરી ડિટેઇન કરી હતી. જ્યારે પોલીસ પરિવારના સદસ્યો રહેમરાહે નોકરીની માંગણીને લઇને આંદોલન પર ઉતર્યા હતા. તેઓએ પણ આજે સત્યાગ્રહ છાવણી ખાતે ઘ રોડ પર આંદોલન કર્યુ હતું. એક સમયે આ આંદોલનકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેના કારણે રસ્તો બ્લોક થઇ ગયો હતો. ટ્રાફિક અટવાઇ જતા પોલીસે આંદોલનકારીઓને ખદેડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બંને પક્ષે ઘર્ષણ થયુ હતું. પોલીસે અહિથી 200 જેટલા આંદોલનકારીઓની અટકાયત કરી

