કોઈ વ્યક્તિ કોઈ નથી એટલી ઝડપથી આજે પ્રભાવિત થતી નથી. દરેકને પોતાના અલગ અલગ દ્રષ્ટિકોણ હોય છે. દુનિયાની 20 સૌથી મોટી સંસ્થાઓ અમેરિકાની કૃપાથી ચાલે છે. ડોલરનો બિઝનેસ ડોલરમાં જ ખર્ચાય છે. અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન જ્યાંરે મુંબઈ આવ્યા ત્યારે અમિતાભ બચ્ચનથી લઈને અંબાણી સુધી એને મળવા માટે આવ્યા હતા. હાથ મિલાવવા માટે લાઈનમાં ઉભા હતા. આ કોઈ ડોલરનો નહીં પણ વ્યક્તિના સ્વભાવનો પ્રભાવ છે.
એની ઊંચાઈ અને સ્ટેટસને માન છે. ચરિત્ર શુદ્ધ હોય તો ભાગ્ય પણ સાથ આપશે. એ બિલ ક્લિન્ટન 80 વર્ષના પ્રમુખસ્વામી મહારાજને મળીને ખૂબ પ્રભાવિત થયેલા. ચારિત્ર યુક્ત જીવન જીવો એટલે દરેક ભલાઈ તમને સ્પર્શીને જશે. ધ્યાન એ રાખવાનું છે કે વધારે પડતું કોઈ નથી મોહિત થવાનું નથી. ગુજરાતના એક જાણીતા આઈ સર્જનને 35 વર્ષની પ્રેક્ટિસ બાદ એવું થયું કે સમાજ સેવા કરવી જોઈએ. પોતાના જીવનમાં આ માણસે 3 લાખ મોતિયાના તેના ઓપરેશન એક પણ રૂપિયો લીધા વગર કર્યા. ગાંધીનગર અક્ષરધામ નું ઉદઘાટન થયું ત્યારે સૌપ્રથમ પ્રમુખસ્વામી મહારાજે આ વ્યક્તિનું ખૂબ લાગણીથી સન્માન કર્યું. મને લાગ્યું કે આટલા બધા ઓપરેશન પાછળ પ્રાથમિક ખર્ચો કેવી રીતે ઉભો થયો હશે. પછી એની સાથે રહેલા ડોક્ટર મહેતાએ કહ્યું કે જ્યારે આણંદમાં ડોક્ટર જોશી દવાખાનુ ખૂલે ત્યારે 8 થી 10 ચેક રકમ સાથે એના ટેબલ પર પડ્યા હોય.
આ પાછળનું કારણ એ છે કે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં અમે સર્વે કરવા નીકળ્યા ત્યારે ઘણા લોકોએ સારો પ્રતિસાદ આપ્યો. આ વાત સાંભળીને મને પણ મોટું આશ્ચર્ય થયું. આ ચેકમાં રકમ 5000 પણ હોય અને 25 લાખ પણ હોય. લોકોનો આટલો બધો વિશ્વાસ માત્ર એક જ ગુણને આભારી છે તમારું કેરેક્ટર. આ વ્યક્તિ એટલે આણંદના ડોક્ટર જોશી. જેનું એકમાત્ર જે સંપત્તિ નહીં પણ સેવા કરવાનું હતું એ પણ નિસ્વાર્થ સેવા. બિઝનેસ કરવો હોય કે સમાજસેવા કરવી હોય કોઈ પણ વસ્તુનો પાયો તમારું કેરેક્ટર છે. કેરેક્ટર સારું હોય તો દરેક વસ્તુ એની મેળે ગોઠવાશે. લોકો સામેથી વિશ્વાસ કરતા થઈ જશે. ભાગ 11.