રાજ્યભરમાં હવે વિધાનસભા ચૂંટણીને લઈ તૈયારીનો ધમધમાટ તેજ થઈ ગયો છે એક તરફ ચૂંટણી પંચ દ્વારા વિવિધ પ્રકારની તૈયારી તેજ કરી છે તો બીજી તરફ રાજકીય પક્ષ પણ સળવળાટ વધ્યો છે ભાજપ દ્વારા બંધબારણે ઉમેદવાર પસંદગીની પ્રકિયા ચાલી રહી છે તો કોંગ્રેસમાં પણ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે.ત્યારે મોરબી જિલ્લાની ત્રણ બેઠક મોરબી-માળીયા ,ટંકારા પડધરી અને વાંકાનેર કુવાડવા માટે સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રામ કિશન ઓઝાના નેતૃત્વમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ સેન્સમાં કુલ 20 દાવેદારોએ પોતાનો દાવો માંડ્યો હતો સૌથી વધુ 13 દાવેદાર તો માત્ર મોરબી બેઠકમાં જોવા મળ્યા હતા. દાવેદારોની રેસમાં ટંકારા ધારાસભ્ય લલિત કગથરા અને મોરબી કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલે પણ દાવેદારી કરી હોવાની ચર્ચા તેજ થઈ છે.

