સાંભળીને નવાઈ લાગી હશે પરંતુ આ વાત કઈ જૂની નથી વર્ષોથી ચાલ્યું આવે છે ભાજપ હોય કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી મોટાભાગના નેતાઓ જુગાર દારૂ સહિતના ગુનાઓમાં ઝડપાતા આવ્યા છે ત્યારે વધુ એક આમ આદમી પાર્ટીના મહામંત્રી જુગાર રમતા ઝડપાયા છે. મોરબી એલસીબીએ હકીકતના આધારે દરોડા પાડ્યા જેમાં મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના મહામંત્રી ચેતન મગન પટેલ તીન પત્તી રમતા ઝડપાયા હતા. પોલીસે હાલ તો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલ વૃંદાવન પાર્ક ખાતે રહેનાર મકાનમાં ગુરુકૃપા જનરલ સ્ટોર નામની દુકાન ધારક મનોજ રતિલાલ પટેલ જુગારનો અડો ચલાવતા હોય અને બહારથી જુગારીઓને બોલાવી જુગાર રમાડતા હતા ત્યારે મોરબી એલ.સી.બી દ્વારા દરોડા પાડતા ભાગદોડ મચી હતી જોકે પોલીસે આઠ જુગારીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
કોણ છે આ આઠ જુગારીઓ
મનોજભાઈ રતિભાઈ પટેલ રહે મોરબી
નયનભાઈ વ્રજલાલ પટેલ રહે હળવદ
ધવલભાઇ જેન્તીભાઈ ઉર્ફે જયેશભાઈ પટેલ રહે મોરબી
હસમુખભાઈ વાલજીભાઈ પટેલ રહે હળવદ વસંત પાર્ક
નિલેશભાઈ કાળુભાઈ પટેલ રહે અમદાવાદ
ચેતનભાઇ મગનલાલ પટેલ (મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના મહામંત્રી)
અનિલ કુમાર સવજીભાઈ પટેલ રહે અમદાવાદ ચાંદલોડિયા
ભાવેશભાઈ પ્રભુદાસજીભાઈ પટેલ રહે મોરબી આ આઠે જુગારીઓ રોકડા ₹4,32,500 સાથે ઝડપી પાડ્યા હતા
મોરબી દલવાડી સર્કલ વૃંદાવનપાર્ક ખાતે રહેણાંક મકાનમાં આવેલ દુકાનના રૂમમાં જુગાર રમતા આઠ ઇસમોને રોકડા રૂ.૪,૩૨,૫૦૦/- ના મુદામાલ સાથે મોરબી એલસીબીએ પકડી પાડયા હતા પોલીસ અધિક્ષકનાઓએ જિલ્લામાં ચાલતી જુગારની બધી સદંતર નાબુદ કરવા અંગે મોરબી એલસીબી ને સુચના કરતા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફના કાર્યરત હોય તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલને સંયુતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, મનોજભાઇ રતીલાલ પટેલ રહે. મોરબી દલવાડી સર્કલ પાસે વૃંદાવન પાર્ક વાળા પોતાના રહેણાંક મકાનમાં આવેલ ગુરૂકૃપા જનરલ સ્ટોર નામની દુકાનના રૂમ બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે.
જે હકિકત આધારે ઉપરોકત સ્થળે રેઇડ કરતા મનોજભાઇ રતીલાલ પટેલ (રહે.મોરબી) નયનભાઇ વ્રજલાલ પટેલ (રહે. હળવદ), ધવલભાઇ જયંતીભાઇ ઉર્ફે જયેશભાઇ પટેલ ( રહે. હાલ મોરબી), હસમુખભાઇ વાલમજીભાઇ પટેલ ( રહે. હળવદ વસંતપાર્ક તા.હળવદ), નિલેશભાઇ કાળુભાઇ પટેલ ( રહે. અમદાવાદ સેટેલાઇટ એ-૪ ઇન્દ્રનીલ જીવરાજપાર્ક), ચેતનભાઇ મગનલાલ પટેલ (૩ર રહે. મોરબી), અનીલકુમાર સવજીભાઇ પટેલ (રહે. અમદાવાદ ચાંદલોડીયા સુકુન એપાર્ટમેન્ટ), ભાવેશભાઇ પ્રભુ દાસભાઇ પટેલ( રહે. હાલ મોરબી) ઇસમોને રોકડા રૂ.૪,૩૨,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મોરબી સીટી એ ડિવી પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધાર કલમ ૪,૫ મુજબ ગુનો રજી કરાવેલ છે.


