બુધવાર એટલે કે 21 સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાનું બે દિવસીય સત્ર મળવાનું છે. ગુજરાતની 14મી વિધાનસભાનું આ અંતિમ સત્ર હશે. રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, તેવામાં આ ભૂપેન્દ્ર પટેલની સરકારનું આ અંતિમ સત્ર હશે.
મોટો હંગામો થવાના એંધાણ: વિધાનસભાનું આ ટૂંકુ સત્ર હંગામેદાર રહી શકે છે. વિધાનસભામાં સરકારને ઘેરવા માટે કોંગ્રેસ પાર્ટીએ પણ તૈયારી કરી લીધી છે. કોંગ્રેસ દ્વારા કામકાજ સલાહકાર સમિતિની યોજાયેલી બેઠકમાં સત્ર લંબાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સરકાર માત્ર બે દિવસીય સત્ર યોજવાની છે. ત્યારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા સરકારને વિવિધ મુદ્દે ઘેરવા માટે તૈયારીઓ કરવામાં આવી છે. બીજીતરફ ઘણા કર્મચારીઓ વિવિધ માંદોને લઈને ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યાં છે.
આ બિલ પર સૌની નજર
ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ (સુધારા) વિધેયક, 20222. ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) (સુધારા) વિધેયક, 20223. ગુજરાત માલ અને સેવા વેરા (સુધારા) વિધેયક, 20224. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (સુધારા), વિધેયક 20225. ગુજરાત વિનિયોગ અધિનિયમો (રદ્દ કરવા બાબત) વિધેયક, 20226. ઢોર નિયંત્રણ અને સુધારા વિધેયક

