HomeGujaratઓ બાપ રે આ શું ! જે પી નડ્ડાના રોડ-શોને લઇ પાલિકા...

ઓ બાપ રે આ શું ! જે પી નડ્ડાના રોડ-શોને લઇ પાલિકા વાહનનો દુરુપયોગ? સ્ટ્રીટલાઈટ ભલે બંધ રહે ભાજપના ઝંડા લગાવવા પાલિકાના વાહનો દોડાવ્યા

આવતીકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા મોરબીમાં રોડ શો કરવાના છે. ભાજપ શાસિત પાલિકાના હોદેદારો શહેરને જાણે સૌરાષ્ટ્રનું પેરીસ હોય તેવું દેખાડવા દિવસ રાત એક રકી નાખ્યા છે.મોરબી ભાજપ દ્રારા રોડ શો ને લઇ શહેરના મુખ્ય માર્ગ પર ભાજપ ના ઝંડા લગાવામાં આવી રહ્યા છે. શહેરમાં સ્ટ્રીટલાઈટ ભલે સમયસર રીપેર ન થાય પણ ભાજપના ઝંડા લગાવવા પાલિકાના વાહનો દુર-ઉપયોગ થતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડા મોરબીમાં રોડ શૉ કરવાના છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં રોડ શો ને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે મોરબી નગરપાલિકાના વાહનો પણ દૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા જે પ્રકારે શહેરના સનાળા રોડ ઉપર પાલિકાના લાઈટ રીપેરીંગ વાહનોને ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાવવા માટે ઉપયોગ કરવામાં આવ્યો ઇન્ડિયા એક્ઝેટ ની ટીમ દ્વારા જ્યારે વાહન ચાલકો સાથે વાત કરવામાં આવી ત્યારે વાહન ચાલક પણ સ્વીકાર્યું કે ઉપલા અધિકારી દ્વારા અમને કહેવામાં આવ્યું કે શહેરના મુખ્ય માર્ગ ઉપર નગરપાલિકાના વાહન સાથે રાખી શહેરના મુખ્ય માર્ગ પર ઝંડા લગાવવાના છે તો પ્રજાના પૈસે ભારતીય જનતા પાર્ટી દ્રારા નગરપાલિકાના વાહનોનો દુરુપયોગ કરતો નજરે પડી રહ્યા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW