વિધાનસભા ચુંટણી નજીક આવતા ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે અને દેશના પીએમ, કન્દ્રીય ગૃહ મંત્રી તેમજ તમામ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસમાં પણ મોટા પાયે વધારો આવ્યો છે ત્યારે આગામી 20 સપ્ટેમ્બરના રોજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્ય્ક્ષ જે પી નડા મોરબી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે જે પી નડા રાજકોટમાં સંગઠના કાર્યકર્તાની સાથે બેઠક કરશે અને ત્યારબાદ મોરબીમાં રોડ શો કરશે મોરબીના સમય ગેટથી લઇ મોરબી નગરપાલિકા કચેરી સુધીનો રોડ શો યોજાશે આ રોડ શોમાં કેન્દ્રીય ભાજપના નેતાની સાથે સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને રાજ્યકક્ષાના મંત્રી,સાંસદ અને ધારાસભ્ય સહિતના આગેવાનો જોડાશે,રોડ શોના રૂટમાં સ્કાય મોલ ખાતે વાંકાનેર તાલુકા ભાજપની ટીમ ,ઉમિયા સર્કલ ખાતે મોરબી તાલુકા ભાજપની ટીમ સ્વામિનારાયણ મંદિર ખાતે માળિયા તાલુકા ભાજપની ટીમ,સરદાર બાગ ખાતે માળિયા તાલુકાની ટીમ લાતી પ્લોટ ખાતે વિવિધ સમાજના આગેવાના તેમજ ટાઉનહોલ ખાતે રોડ શો પૂર્ણ થયે સમગ્ર જિલ્લા ભાજપની ટીમ દ્વારા જેપી નડાનું સ્વાગત કરશે


