Wednesday, March 26, 2025
HomeEntertainmentજેકલીનની 8 કલાક પૂછપરછ બાદ હવે નોરાનો વારો

જેકલીનની 8 કલાક પૂછપરછ બાદ હવે નોરાનો વારો

સુકેશ ચંદ્રશેખર સાથે લિંકના આરોપમાં દિલ્હી પોલીસ હવે બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ બાદ નોરા ફતેહીની પૂછપરછ કરશે. દિલ્હી પોલીસે નોરાને ગુરૂવારે આર્થિક અપરાધ શાખા (EOW) ની સામે રજૂ થવા માટે કહ્યું છે. આ મામલો સુકેશ ચંદ્રશેકર સાથે જોડાયેલા 200 કરોડ રૂપિયાની વસૂલીનો છે.બુધવારે દિલ્હી પોલીસે જેકલીનની આશરે આઠ કલાક પૂછપરછ કરી હતી.

પહેલા રાઉન્ડની પૂછપરછ દરમિયાન અધિકારીઓને જેકલીન અને પિંકી ઈરાનીના જવાબમાં અસમાનતા જોવા મળી હતી. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે બંનેની ફરી પૂછપરછ થઈ શકે છે. પિંકી ઈરાનીને ગુરૂવારે દિલ્હી પોલીસની સામે રજૂ થવાનું કહ્યું છે પરંતુ જેકલીનને ફરી પૂછપરછ માટે સમન્સ જારી કરવામાં આવ્યું નથી.પરંતુ દિલ્હી પોલીસે કહ્યું કે નોરા ફતેહીનો જેકલીન સાથે કોઈ સીધો સંબંધ નથી પરંતુ પિંકી ઈરાની સાથે પૂછપરછ માટે બોલાવવામાં આવી છે.

આ મામલાના સંબંધમાં નોરા અને જેકલીન વચ્ચે કોઈ સીધો સંબંધ નથી.ઉલ્લેખનીય છે કે 2 સપ્ટેમ્બરે પોલીસે નોરા ફતેહીની બળજબરીથી વસૂલીના મામલામાં આશરે સાત કલાક પૂછપરછ કરી અને તેનું નિવેદન નોંધ્યું હતું.પોલીસ અનુસાર નોરા ફતેરીને સુકેશ પાસેથી ઘણી કિંમતે ભેટ મળી હતી. તે ચેન્નઈમાં એક કાર્યક્રમનો ભાગ હતી, જેની સુકેશ ચંદ્રશેખર સાથે પણ લિંક છે. આ પહેલા પોલીસે કહ્યું હતું કે કેટલાક સવાલ છે જેનો જવાબ આપવાની જરૂર છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
50,488FollowersFollow
2,690SubscribersSubscribe

TRENDING NOW