HomeGujaratજિલ્લામાં પાંચમા દિવસે પણ મેઘ મહેર યથાવત જિલ્લામાં 9 mm થી 32mm...

જિલ્લામાં પાંચમા દિવસે પણ મેઘ મહેર યથાવત જિલ્લામાં 9 mm થી 32mm સુધી વરસાદ

રાજ્યભરમાં છેલ્લા પાંચ દિવસથી અવિરત મેઘ વરસાદ થઈ રહી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ ગામડાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં પણ ગત શનિવારથી શરૂ થયેલી મેઘ સવારી બુધવારે પણ યથાવત રહી હતી. મોરબી જિલ્લામાં દિવસ દરમિયાન અલગ અલગ જગ્યાએ હળવા ઝાપટા વરસ્યા બાદ રાત્રિના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે સાર્વત્રિક વરસાદ થયો હતો. મોરબી શહેરની વાત કરીએ તો સૌથી વધુ 32 મીની વરસાદ વરસી ગયો હતો જેના કારણે મોરબી શહેરના મુખ્ય માર્ગો જળમગ્ન થયા હતા તો વીજળીના કડાકા ભડાકા તેમજ વૃક્ષ પડવાથી વિજલાઈન અને ટ્રાન્સફોર્મરમાં ફોલ્ટ થવાનાના કારણે અનેક સ્થળે લાઈટ ગુલ થઈ જતા અંધારપટ સર્જાયા હતા.

મોરબી જિલ્લામાં બુધવારના સવારે 6 થી ગુરુવારે સવારના છ દરમ્યાન 20 મીમી વરસાદ થયો હતો તાલુકા મુજબ જોઈએ તો મોરબીમાં 32મીમી, માળિયામાં 27 મીમી,જ્યારે4 હળવદમાં 23 મીમી વરસાદ વરસ્યો હતો.

આ ઉપરાંત ગુરૂવારે પણ સવારે 6થી8 દરમિયાન મોરબીમાં વધુ 13 મીમી,માળિયામાં 17 મીમી,ટંકારમાં 9 જ્યારે હળવદમાં 7 મીમી વરસાદ નોંધાયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW