તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અભિનેતા શૈલેષ લોઢાના ગયા બાદ, અભિનેતા સચિન શ્રોફે પુષ્ટિ કરી છે કે તે નવા તારક મહેતાની ભૂમિકા નિભાવશે. એક નવા ઈન્ટરવ્યુમાં સચિને કહ્યું કે તે ‘રોલ સાથે ન્યાય કરવાનો પૂરો પ્રયાસ કરશે’. તેણે એમ પણ કહ્યું કે તે અભિનેતા દિલીપ જોશી સાથે કામ કરવા માટે ‘ખૂબ જ ઉત્સાહિત અને આતુર છે’.
કોઈ દબાણ નહીં: સચિને શોના નિર્માતા અસિત મોદી, દિગ્દર્શકો માલવ અને હર્ષદ તેમજ અભિનેતા સુનયના ફોજદાર પાસેથી ‘તેજસ્વી ઇનપુટ્સ’ મેળવવા વિશે પણ વાત કરી હતી. સચિને બધાને સ્વીટ કહ્યા કારણ કે ‘તેઓ પૂરા પ્રયાસ કરી રહ્યા છે કે હું કોઈ પણ પ્રકારના દબાણમાં નથી’. તેણે એમ પણ કહ્યું કે તેના દિગ્દર્શકો તેમજ અસિત તેને માર્ગદર્શન આપી રહ્યા છે.
પૂરતા પ્રયાસ કરીશ: સચિને કહ્યું, “હું તારક મહેતાના આ પ્રખ્યાત પાત્રના રોલમાં ફિટ થવાનો પૂરો પ્રયાસ કરીશ. જીસ તરહ સે પાની મેં શકર ગુલ જાતા હૈ સ્વાદ અનુસર વૈસે હી….હું મારો પ્રયાસ કરીશ. ભૂમિકા સાથે ન્યાય કરવા માટે શ્રેષ્ઠ આપીશ. હું દરેકને અમારા શોને પ્રેમ કરવાનું ચાલુ રાખવા અને તેમના આશીર્વાદ આપવા માટે વિનંતી કરવા માંગુ છું. હું માત્ર આ પાત્રને જ નહીં પરંતુ જ્યારે પણ હું કામ માટે બહાર નીકળું છું ત્યારે હું હંમેશા થોડી નર્વસ અને બેચેન રહું છું. મારું કામ સારું કરવાનું હોય છે.”