HomeGujaratજેલમાં બંધ શખ્સે પાક.થી ડ્રગ મંગાવ્યું, ગુજરાત ATS એ કર્યું મોટું ઓપરેશન

જેલમાં બંધ શખ્સે પાક.થી ડ્રગ મંગાવ્યું, ગુજરાત ATS એ કર્યું મોટું ઓપરેશન

પંજાબની જેલમાં બંધ નાઇજિરિયન શખ્સે આ ડ્રગ્સ મંગાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે. જેના પગલે ગુજરાતમાંથી ફરી ડ્રગ્સ સાથે કુલ 6 પાકિસ્તાની શખ્સોની ધરપકડ કરાઈ છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં વધુ એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

પેકેટમાં હતો માલ: ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATS દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. IMBL પાસેથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. 200 કરોડથી વધુના ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાની શખ્સો પકડાયા છે. ગુજરાતની દરિયાઈ સીમાની અંદર કેટલાક નોટિકલ માઇલ્સ પાકિસ્તાનની મરીન સીમામાં જઈને ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. આ ઓપરેશમાં કુલ છ પાકિસ્તાની શખ્સોની ધરપકડ કરાઈ છે. તેમની પાસેથી એક બોટ પણ કબજે કરાઈ છે. તમામ પાસેથી કુલ 40 હેરોઇનના પેકેટ મળી આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW