HomeGujaratમોરબીનો મચ્છુ 2 ડેમ 80 ટકા ભરાયો, 32 ગામોને એલર્ટ કરાયા

મોરબીનો મચ્છુ 2 ડેમ 80 ટકા ભરાયો, 32 ગામોને એલર્ટ કરાયા

સૌરાષ્ટ્ર પડી રહેલા ભારે વરસાદને પગલે અનેક નાના મોટા જળાશયોમાં નવા નીર આવ્યાં છે. મોરબીનો જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ 80 ટકા ભરાઈ જવા પામ્યો છે. ઉપરવાસની સતત પાણીની આવક થતાં નાગરીકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે અને સાથે જ ડેમના હેઠવાસમાં આવતાં મોરબી તાલુકાના 17 અને માળીયા મિંયાણા તાલુકાના 15 એમ કુલ 32 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.

આજે બપોરે બારેક વાગ્યાના અરસામાં ડેમમાં 2596 ક્યુસેક પાણીની આવક ચાલુ છે જેથી પાણીની આવક વધતા અને ડેમ 80 ટકા ભરાઈ જતા મોરબી તાલુકાના અમરેલી, ભડીયાદ, ધરમપુર, ગોરખીજડીયા, ગુંગણ, જોધપર, જૂના સાદુળકા, લીલાપર, માનસર, મોરબી, નારણકા, નવા સાદુળકા, રવાપર (નદી), રવાપર, ટીંબડી, વનાળીયા, વજેપર અને માળીયા તાલુકાના બહાદુરગઢ, દેસળા, ફાટસર, હરીપર, જુના નાગડાવાસ, મહેન્દ્રગઢ, માળીયા-મીંયાણા, મેધપર, નવાગામ, નવા નાગડાવાસ, રાસંગપર, સોખડા, વિરવદરકા, ફતેપર અને અમરનગરને એલર્ટ કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW