HomeGujaratકોલકાતામાંથી પકડાયેલા ડ્રગનું ભુજ કનેક્શન

કોલકાતામાંથી પકડાયેલા ડ્રગનું ભુજ કનેક્શન

દુબઇથી દરિયાઇ માર્ગે આવેલા જહાજમાંથી કોલક્તાના સીએફએસ સ્ટેશનમાં મૂકવામાં આવેલા કન્ટેનરમાં ગુજરાત એટીએસ અને ડીઆરઆઇની ટીમે જોઇન્ટ ઓપરેશન પાર પાડીને 274 કરોડનું હેરોઇન જપ્ત કર્યું હતું

15 કન્ટેનર રડારમાં: કોલકાતા પોર્ટ સેન્ચ્યુરી ફ્રેટ સ્ટેશન (સીઓફએસ) જે.જે. ખાતેથી પરથી હેરોઇન જપ્ત કરી વધુ તપાસ કરાતા 15 કન્ટેનરો શંકાસ્પદ નીક્ળ્યા છે. દુબઈથી જે જહાજ કોલકાતા આવ્યું હતું તેમાં ડ્રગ્સના કન્ટેનર સહિત 15 માલવાહક કન્ટેનરો હતા. કચ્છ બોર્ડ પરના પોર્ટ અને દરિયાઇ સીમા પર કસ્ટમ, DRI, NIA, કોસ્ટ ગાર્ડ, મરીન પોલીસ દ્વારા હાઈ એલર્ટ આપીને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે. ડ્ગ્સ પ્રકરણમાં બે શખસોની પૂછપરછ કરાઇ છે, જેમાં એક શખસ ટ્રાવેલ એજન્સી અને બીજો શખ્સ એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરતો હોવાનું બહાર આવ્યું છે. સાત શખસો સેન્ટ્રલ એજન્સીઓના રડારમા છે જ્યારે દુબઈના બે શખસો પણ શંકાના દાયરામા હોવાથી દુબઈ ઓથોરિટીને પણ એલર્ટ કરાઇ છે.

હવાલા મામલો: જપ્ત કરાયેલું હેરાઇન ઉત્તર ભારતના રાજ્યોમા સપ્લાય કરવાનું હતું તેના માટે ટ્રાન્સપોર્ટરોને તૈયાર કરાયા હતા. માલની ડિલીવરી મળી જાય એટલે પેમેન્ટ હવાલાથી ચૂકવવાનુ નક્કી થયું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW