મોરબી જિલ્લામાં જાણે ભાદરવો ભરપુર વરસવા આવ્યો હોય તેમ શનિવાર અને રવિવાર એમ બે દિવસ સુધી મેઘરાજાની તોફાની ઇનિંગ જોવા મળી રહી છે મોરબી જિલ્લામાં દિવસ દરમિયાન માળિયા અને ટંકારા તેમજ વાંકાનેરમાં વરસાદ વરસ્યો હતો તો મોરબી શહેરમાં રાત્રી દરમિયાન મેઘરાજાએ એન્ટ્રી મારી હતી શહેરમાં રાત્રી 8 વાગ્યાની આસપાસ શહેરમાં વીજળી ના કડાકા ભડાકા સાથે તોફાની બેટિંગ જોવા મળી હતી અને અડધાથી પોણા કલાક દરમિયાન સમગ્ર શહેર પાણી પાણી કરી નાખ્યું હતું મોરબી શહેરમાં આખી રાત દરમીયાન મેઘસવારી યથાવત જોવા મળી હતી.મોરબી શહેરમાં એક રાત માં 28 મીમી વરસાદ વરસ્યો હતો તો ટંકારામાં 31 મીમી,માળિયા(મી)માં 26મીમી,વાંકાનેરમાં 18 મીમી જયારે હળવદમાં 7 મીમી વરસાદ નોધાયો હતો. મોરબી જિલ્લામાં મેઘરાજાની તોફાની ઇનિંગે શહેરને પાણી-પાણી કરી નાખ્યું હતું.
મોરબી જિલ્લામાં શનિવારે અને રવિવારે પડેલા વરસાદના પગલે માર્ગો પર પાણી ભરાયા હતા તો નીચાણ વાળા વિસ્તારમાં ઘરમાં પાણી ઘુસી ગયા હતા આ ઉપરાંત તેજ પવન ફૂકાવવાના કારણે અનેક સ્થળો પર વૃક્ષ ધરાસાયી થવાની ઘટના પણ સર્જાઈ હતી સદ નસીબે કોઈ સ્થળેથી જાનહાનીના સમાચાર સામે આવ્યા ન હતા

