મોરબી જિલ્લામાં જૂન મહિનાથી ચોમાસુ સિઝન શરૂ થયા બાદથી સમયાંતરે હળવાથી લઈ ભારે વરસાદ પડ્યો હતો. ખાસ કરીને જુલાઈ અને ઓગસ્ટ મહિનાના નોંધપાત્ર વરસાદ થયો હતો જેના કારણે વાતાવરણ ભેજનું પ્રમાણ ઉચકાતા તાવ શરદી ઉપરાંત દૂષિત પાણીથી થતા રોગે પણ માથું ઊંચક્યું હતું.મોરબી જિલ્લાના વિવિધ પીએચસી, સીએચસી અર્બન હેલ્થ સેન્ટર તેમજ તમામ સીવીલ હોસ્પિટલ મળી કુલ 1,58,576 દર્દીઓ અલગ અલગ બીમારીની સારવાર માટે આવ્યા હતા જેમાં મહદ અંશે તાવ શરદી જેવી સીઝનલ બીમારીનું પ્રમાણ ખૂબ વધુ જોવા મળ્યું હતું. જિલ્લાની વિવિધ સરકારી હોસ્પિટલ,.પીએચસી સીએચસી વગેરેમાં 2 મહીના દરમીયાન 5337 જેટલા દર્દી સતાવાર રીતે નોંધાયા હતા તો ખાનગી ક્લિનિકમાં પણ મોટા પાયે દર્દીઓ જોવા મળ્યા હતા. વાયરલ ઈન્ફેક્શન સાથે સાથે મોરબીમાં દૂષિત પાણી પીવાથી ઝાળા ઉલટી અને ટાઇફોઇડ જેવી બીમારીએ પણ માથું ઊંચક્યું હતું.મોરબી જિલ્લામાં જુલાઈ મહિનામાં 1500 અને ઓગસ્ટમાં 1469 કેસ મળી કુલ 2969 કેસ નોંધાયા હતા.આ સિવાય ટાઈફોઈડ કેસમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો જેમાં જુલાઈ મહીનામાં 29 અને ઓગસ્ટમાં 29 એમ કુલ 58 કેસ આવ્યા હતા.
મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારાજૂન તેમજ ઓગસ્ટ મહિના દરમિયાન. ફોગીંગ દવા છટકાવ અને સઘન ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં. આવતા હાલ.મચ્છરનો ઉપદ્રવ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળ્યો હતો જેની અસર મચ્છરજન્ય બીમારીમાં જોવા મળી છે આ વર્ષે મેલરીયા અને ડેંગ્યુ કેસમાં ઘટાડો નોંધાયો છે. મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે જુલાઈ ઓગસ્ટમાં કુલ 45 મેલેરિયાના કેસ આવ્યા હતા જોકે ગત વર્ષે જુલાઈ ઓગસ્ટમાં 128 કેસ નોંધાયા હતા આમ ચાલુ વર્ષે 83 કેસનો ઘટાડો આવ્યો હતો.આ ઉપરાંત ડેન્ગ્યુમાં જુલાઇ ઓગસ્ટમાં 2021માં 11 કેસ સામે 2022માં માત્ર 7 કેસ જ નોંધાયા છે.

