HomeGujaratઆડેધડ પાર્કિંગમાંથી મુક્તિ, આ રહ્યો માસ્ટર પ્લાન

આડેધડ પાર્કિંગમાંથી મુક્તિ, આ રહ્યો માસ્ટર પ્લાન

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં હાલ આડેધડ પાર્કિંગ અને દબાણની સમસ્યાઓ છે. ત્યારે કોર્પોરેશન દ્વારા બંને સમસ્યાઓનું સમાધાન મળે તે દિશામાં પ્રયત્નો શરૂ કરાયા છે. સ્થાયી સમિતિ ચેરમેન જશવંત પટેલની અધ્યક્ષતામાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો છે. જેમાં શહેર માટે પાર્કિંગ તથા સ્ટ્રીટ વેન્ડિંગ માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે કામગીરી સોંપાઈ છે.

માસ્ટર પ્લાન: શહેરને વિવિધ ઝોનમાં વિભાજીત કરી ઝોન વાઈઝ લોકલ એરિયા લેવલ પર કરેલી આકારણી દ્વારા ડેટેલ્ડ પાર્કિંગ માસ્ટર પ્લાન તૈયાર કરાશે. વિસ્તારોને આધારે પાર્કિંગ માટે વપરાતી જમીનોની કિંમત તથા અન્ય બાબતો ધ્યાને લઇ પાર્કિંગના દર નક્કી થશે. આ દરો દર અઢી વર્ષે કોર્પોરેશન દ્વારા રિવાઇઝ કરવામાં આવશે. પાર્કિંગ ગેરશિસ્તને નાબૂદ કરવા નો પાર્કિંગમાં પાર્ક થયેલા વાહનોને જપ્ત કરવા, દંડ વસૂલવા માટે વ્યવસ્થા કરવામાં આવશે.

મંજૂરી લેવાશે: ​​​​​​​​​​​​​​એજન્સી દ્વારા શહેરમાં ક્યાં કેટલો ટ્રાફિક રહે છે, ક્યાં પાર્કિંગની વધુ જરૂરિયાત છે, ક્યાં પેઈડ પાર્કિગ અને ક્યાં ફ્રી પાર્કિંગ ઉભા કરી શકાય તે અંગે રિપોર્ટ તૈયાર કરાશે. આ માટે સરવે કરીને નાગરિકોનો પ્રતિભાવો પણ લેવાશે. નાગરિકોના વાંધાસૂચનો મેળવી જરૂરિયાત મુજબના ફેરફાર કરીને મનપા દ્વારા સરકારમાં આખરી મંજૂરી માટે મોકલાશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW