દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ (EOW) એ શુક્રવારે તિહાર જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહીની પૂછપરછ કરી હતી. EDએ આ કેસમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને આરોપી બનાવ્યા છે. EDએ તેમને 26મીએ પૂછપરછ માટે બોલાવ્યા છે. આ સમગ્ર મામલો 200 કરોડની છેતરપિંડી સાથે જોડાયેલો છે.
તમને જણાવી દઈએ કે 200 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપી સુકેશ ચંદ્રશેખરે જેકલીન ફર્નાન્ડીઝ, નોરા ફતેહી અને લીના મારિયા સહિત ઘણી જાણીતી બોલીવુડ અભિનેત્રીઓ પર કરોડો રૂપિયા ખર્ચ્યા છે.