Wednesday, June 12, 2024
HomeGujaratમારા અને ગોપાલ ઈટાલિયા પર જાનનું જોખમ : ઈસુદાનનો આક્ષેપ

મારા અને ગોપાલ ઈટાલિયા પર જાનનું જોખમ : ઈસુદાનનો આક્ષેપ

સુરતમાં આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર જીવલેણ હુમલા મુદ્દે ઈસુદાન ગઢવીએ ઉગ્ર પ્રતિક્રિયા આપી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે મરાઠી પાટિલને ખબર પડવી જોઈએ કે ગુજરાતીઓ પર અશાંતિ ન ફેલાવવી જોઈએ. સોરઠિયાની હત્યાનું કાવતરુ સી.આર.પાટીલે જ કર્યું છે.

આની સાથે તેમણે જણાવ્યું કે મારી હત્યાનુ કાવતરું પણ ઘડાઈ રહ્યું છે તથા ગોપાલ ઇટાલિયા પણ સુરક્ષિત નથી.સી.આર.પાટીલની ગેંગ મહારાષ્ટ્રથી અહીં આવી છે. તેઓ ગુજરાતીઓને મુશ્કેલીમાં મુકવા તથા હત્યા કરવા માટે જ આવ્યા હોય એમ લગી રહ્યું છે. સી.આર.પાટીલને ગુજરાતીઓ પ્રત્યે પ્રેમ નથી. ભાજપને અત્યારે આમ આદમી પાર્ટીથી ડર લાગ્યો છે. સી.આર.પાટીલે મનીષ સોરઠિયા પર જીવલેણ હુમલો કરવા માટે જ ગેંગ મોકલી હોવાની મને શંકા છે.

સોરઠિયા પર નહીં આમ જનતા પર હુમલો છે, ભાજપ બેફામ ખર્ચા કરે છે છતા જનતા ભાજપની રેલીમા જોવા નથી મળી રહી. મરાઠી પાટિલને ખબર પડવી જોઈએ કે ગુજરાતીની શુ તાકાત છે.ગઢવીએ જણાવ્યું હતું કે, ભાજપમાં જોડાવવા માટે જે વ્યક્તિએ વધારે ગુના કર્યા હોય એને સારુ પદ આપવામાં આવે છે. પાટિલના 107 ગુના થયા છે જેટલા ગુના વધારે એટલો મોટો હોદ્દો તેમને મળતો રહ્યો છે. ભાજપ લુખ્ખા લફંગાની પાર્ટી છે. પોલીસ ફરિયાદ તો દાખલ થાય છે પરંતુ જે કોઈપણ આરોપી હોય એની ધરપકડ થતી નથી.

પાટીલે સોરઠિયા પરના હુમલાને વખોડ્યો નથી.આ અંગે ભાજપના નેતા ઋત્વિજ પટેલે કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓ સાથે અઅઙ નેતાઓએ ઘર્ષણ કર્યું. આપ આવા ત્રાગાઓ રચીને ખોટી સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરે છે. સુરતમાં ભાજપના કાર્યકરો છૂટા છવાયા ઊભા હતા, ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પર હુમલો કર્યો. ત્યાર બાદ બંને ટોળા વચ્ચે ઘર્ષણ થયું અને ઇજાઓ પહોંચી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
42,307FollowersFollow
1,360SubscribersSubscribe

TRENDING NOW