HomeGujaratલુસાને ડાયમંડ લીગ જીતીને નીરજ ચોપરાએ ઇતિહાસ બનાવ્યો

લુસાને ડાયમંડ લીગ જીતીને નીરજ ચોપરાએ ઇતિહાસ બનાવ્યો

ઓલમ્પિક ચેમ્પિયન ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરાએ શુક્રવારે ફરી એક વખત ઈતિહાસ સર્જ્યો છે. નીરજ ચોપરા ડાયમંડ લીગ મીટના લુસાને ફેઝનું ટાઈટલ જીતનારા પ્રથમ ભારતીય બન્યા છે. આ સાથે જ નીરજ આગામી 7 અને 8 સપ્ટેમ્બરના રોજ જ્યૂરિખ ખાતે રમાનારી ડાયમંડ લીગની ફાઈનલમાં પણ પહોંચી ગયા છે. નીરજ ચોપરા આ સિદ્ધિ હાંસલ કરનારા પ્રથમ ભારતીય છે અને આ સાથે જ તેમણે હંગરીના બુડાપેસ્ટમાં 2023માં યોજાનારી વિશ્વ ચેમ્પિયનશિપ માટે પણ ક્વોલિફાઈ કર્યું છે.

નીરજ ચોપરા આ સિદ્ધિ હાંસલ કરનારા પ્રથમ ભારતીય છે અને આ સાથે જ તેમણે હંગરીના બુડાપેસ્ટમાં 2023માં યોજાનારી વિશ્વ ચેમ્પિયનશિપ માટે પણ ક્વોલિફાઈ કર્યું છે. હરિયાણાના પાનીપતના રહેવાસી નીરજ ચોપરા ડાયમંડ લીગમાં ટાઈટલ જીતનારા પ્રથમ ભારતીય બન્યા છે. આ પહેલા ડિસ્ક થ્રોના ખેલાડી વિકાસ ગૌડા ડાયમંડ લીગ મીટના ટોપ-3માં સ્થાન મેળવનારા એકમાત્ર ભારતીય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW