HomeGujaratતારીખ વીતી ગઈ છતાં બ્રિજ અધૂરો, ખો સામે ખો

તારીખ વીતી ગઈ છતાં બ્રિજ અધૂરો, ખો સામે ખો

હોસ્પિટલ ચોક બ્રિજ માટે 19 જુલાઈ તારીખ અપાઈ હતી અને ત્યાં સુધીમાં ફરજિયાત કામ પૂરું કરાવી જ લેવાશે અને લોકાર્પણ કરવાની પણ વાતો થઈ હતી. પણ તારીખ વીતી ગયાને એક મહિનો થયા છતાં બ્રિજ ચાલુ નથી થયો એટલે હવે ફરી બેઠક બોલાવીને એજન્સીને 19-9 તારીખ આપવામાં આવી છે. આ તારીખ પછી હવે કોઇ તારીખ નહીં અપાય તેવું ફરી બોલ્યા છે.

રાજકોટ શહેરમાં બ્રિજના ચાલતા કામોથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. હવે સમયસર જ કામ પૂરા થશે તેમ કહી મુદ્દત વધારો આપીને બણગાં ફૂંકનારા સત્તાધીશો સમય આવતા જ કોન્ટ્રાક્ટરને શરણે થયા છે અને ફરી એક વખત નવી તારીખ આપવા માટે સમીક્ષા બેઠકમાં નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત પેનલ્ટી ન થાય તે માટે કાગળ પર મુદ્દત વધારો પણ હવે મંજૂર કરાશે તેવી પૂરી શક્યતા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW