હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી અને આ આગાહી મુજબ મોરબી શહેર પર મેઘરાજાની અનરાધાર બેટિંગ જોવા મળી હતી.મોરબી શહેરમાં દિવસ દરમિયાન છૂટક ઝાપટા પડ્યા બાદ રાત્રીના જાણે એક રસ થઈ ગયો હતો અને મંગળવારે સવારે 6 થી બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં 140 મીમી વરસાદ વરસી ગયો હતો. ટંકારામાં 14મીમી, હળવદમા 26 મીમી, જ્યારે વાંકાનેર અને માળિયા માં 8-8મીમી વરસાદ વરસ્યો હતો.
જિલ્લામાં બુધવારે સવારે પણ મેઘરાજાની સવારી યથાવત જોવા મળી છે. હવામાન વિભાગે મોરબી જિલ્લામાં આગામી 24 કલાક દરમીયાન ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

લીલાપર રોડ પર વૃક્ષ ધારાશાહી થયું જાનહાની નહિ
મોરબી શહેરમાં મંગળવારે આખી રાત પડેલા વરસાદને પગલે મોરબી શહેરના લીલાપર રોડ પર એક વૃક્ષ ધારાશાહી થયાની ઘટના સામે આવી હતી.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

