મોરબી સહીત રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક વીસ્તારમાં પાણી ભર્યા છે. મોરબી જીલ્લાની વાત કરીએ તો મંગળવારે રાતથીશરુ થયેલ મેઘસવારી બુધવારે પણ આંખો દિવસ જોવા મળી હતી અને અમુક સમયના અલ્પ વિરામ વચ્ચે વરસાદ વરસવાનો યથાવત રહ્યો હતો મોરબીમાં બુધવારે સવારે 6થી બપોરના 2 સુધીમાં 3થી લઇ 11 મીમી વરસાદ વરસી ગયો છે મોરબીમાં સવારે 6થી 2 સુધીમાં કુલ 09 મીમી વરસાદ પડ્યો હતો તો ટંકારામાં 11 મીમી,માળિયામાં પણ 11 મીમી વરસાદ નોધાયો હતો આ ઉપરાંત વાંકાનેરમાં 07 મીમી જયારે હળવદમાં માત્ર 3 મીમી વરસાદ નોધાયો હતો
જામનગર કોસ્ટલ હાઇવેફરીવાર બંધ કરાયો
મોરબીજામનગર જિલ્લાને જોડાતા જામનગર કચ્છ કોસ્ટલ હાઈવે પર હ્જનાડી ગામ પાસે ચાલી રહેલા બ્રીજના કામને પગલે બાજુમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું.આ ડાયવર્ઝન પર વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી આ રસ્તા પર અગાઉ પણ આ જ રીતે પાણી ભરાવવાને કારણે 3 વાર બંધ કરવાની ફરજ પડી હતી.

