HomeGujaratગુજરાતમાં મેઘરાજા ઓળઘોળ, અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ

ગુજરાતમાં મેઘરાજા ઓળઘોળ, અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ

રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે અનેક જિલ્લાઓમાં હળવાથી લઈને ભારે વરસાદ વરસી રહ્યો છે ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે તેમજ નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર બન્યા છે ત્યારે અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 9.6 ઈંચ વરસાદ ખાબકતાં તમામ વિસ્તારોમાં પાણી ભરાયાં છે. ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પણ નદીમાં ફેરવાયા હોય તેવાં દૃશ્યો જોવા મળ્યાં છે. જોકે હજુ પણ મેઘાની મહેર અવિરત ચાલુ છે. જિલ્લાની હાથમતી, બુઢેલી નદીઓમાં અને લીલછા પાસેની ઇન્દ્રાસી નદીમાં ઘોડાપૂર આવતાં નદીકાંઠાનાં ગામોને સતર્ક કરવામાં આવ્યાં છે. જયારે તાપીમાં ભારે વરસાદના કારણે 10 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા.

ભિલોડા-શામળાજીમાં ધોધમાર વરસાદ
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આજે મંગળવારે વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભિલોડાના લીલછા, માકરોડા, ખલવાડ ,જૂના ભવનાથ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં વાતાવરણમાં પણ ઠંડક છવાઈ છે. મેઘરજ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. યાત્રાધામ શામળાજીમાં પણ સતત વરસાદ ચાલુ રહ્યો છે, જેમાં મંદિર પરિસર અને શામળાજીનાં બજારોમાં પાણી ભરાયાં છે.

3 નદીમાં ઘોડાપૂર, કાંઠાનાં ગામોને સતર્ક કરાયાં
ભિલોડા અને શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતાં હાથમતી અને બુઢેલી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. ઉપરાંત લીલછા પાસેની ઇન્દ્રાસી નદીમાં પણ ઘોડાપૂર આવતાં ત્રણેય નદીએ ભારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જોકે ઘોડાપૂરને પગલે નદી કિનારાના 20થી વધુ ગામડાંને સતર્ક કરાયાં છે.

બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાની ધમાકેદાર ઇંનિંગ ચાલી રહી હોય તેમ છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદ પડ્યો છે જેના કારણે બારડોલી તાલુકામાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે આ ઉપરાંત વલસાડના ઉમરગામમાં પણ પાણી ભરાયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW