ગુજરાત પોલીસ માટે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. પોલીસ કર્મીઓના પગારમાં હવે વધારો થશે. 550 કરોડનું ભંડોળ મુખ્યમંત્રીએ મંજુર કર્યું છે. તેમ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતના એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું છે.
રજૂઆતની અસર: પોલીસ કર્મચારીઓને 4200 ગ્રેડ પે આપવાની માંગને લઈ થયેલા આંદોલનને લઈ રાજ્ય સરકારે 28 ઓક્ટેમ્બરે સમિતિની રચના કરી હતી. 31 ઓક્ટેમ્બરે મહત્વની બેઠક બાદ પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે અંગે વિચારણા થઈ હતી. રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર ખાતે બેઠક થઈ હતી. દરેક બેઠકમાં 40થી 60 જેટલા પોલીસ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અને સજેશન આપ્યા હતા. સમસ્યાઓ જણાવી હતી. ગ્રેડ પે અંગે અને એલાઉન્સ તેમજ મોંઘવારી ભથ્થા અંગે રજૂઆતો થઈ હતી.
એએસઆઈને રૂ.5,19,354 પગાર મળતો જે હવે વધીને રૂ.5,84,094 કરાયો છે. પોલીસ હેડ કોન્સ્ટેબલને વાર્ષિક રૂ.4,36,654 પગાર મળતો જે હવે વધીને 4,95,394 કરાયો છે. ફિક્સ પગારમાં નોકરી કરતા લોકરક્ષક અને એએસઆઈનો અગાઉ વાર્ષિક પગાર 2,51,100 હતો જે વધારીને 3,47,250 કરાયો છે.

