HomeGujaratમોંઘવારી મુદ્દે દસક્રોઈ યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

મોંઘવારી મુદ્દે દસક્રોઈ યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

મોંઘવારી મુદ્દે દસક્રોઈ યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. બુધવારે ભમરિયા ચોકડી નેશનલ હાઇવે 8 ખાતે દસક્રોઈ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ અર્થ અમીનની આગેવાનીમાં દસક્રોઈ વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા વધતી જતી મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યું છે.

કોંગ્રેસ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં દસક્રોઈ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ અર્થ અમીન સહિત આગેવાનો એ શર્ટ કાઢીનેઅને સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

નેશનલ હાઇવે 8 ખાતે રસ્તા પર બેસી ચક્કાજામ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ પોલીસ દ્વારા દસક્રોઈ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરો ની અટકાયત કરી નારોલ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા જેમાં લાંભા વોર્ડ કોંગ્રેસ ના પ્રમુખ ઘનશ્યામસિહ પરમાર, તથા યુથ કોંગ્રસ ના આગેવાનો કાર્યકરો અને યુવાનો હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW