HomeGujaratCentral Gujaratનિવૃત્ત સૈન્ય જવાનના પુત્રનું શંકાસ્પદ મૃત્યું, પોલીસને ડ્રગ પાર્ટીની આશંકા

નિવૃત્ત સૈન્ય જવાનના પુત્રનું શંકાસ્પદ મૃત્યું, પોલીસને ડ્રગ પાર્ટીની આશંકા

વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા 203, રાધાકૃષ્ણ ફ્લેટમાં રહેતા મિત્રોને મળવા ગયેલા નિવૃત્ત લશ્કરી જવાનના એકના એક પુત્રનું શંકાસ્પદ મૃત્યુ થયું છે. આ કેસમાં ડ્રગ પાર્ટીની આશંકા પણ પોલીસ વ્યક્ત કરી રહી છે.

સવારે જાણ થઈ: કેફી પીણું પીવાથી મોત નીપજ્યું હતું એવું હાલ મનાય રહ્યું છે. વહેલી સવારે આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. રહસ્યમય રીતે મોતને ભેટેલા યુવાનનો મૃતદેહ કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે યુવાનના રહસ્યમય મોતનો ભેદ એક ઉકેલવા માટે રૂમમાં રહેતી એક યુવતી સહિત બે વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરી છે.

નેહાએ જાણ કરી: લક્ષ્મીકુંજ સોસાયટીમાં રહેતા અશોકભાઇ કરન નિવૃત્ત લશ્કરી જવાન છે. તેમનો એકનો એક પુત્ર વિવેક કરન (ઉં.વ.32) અમદાવાદમાં ખાનગી કંપનીમાં એચઆરમાં ફરજ બજાવે છે. બે દિવસ પહેલાં તે વડોદરા આવ્યો હતો. મોડી રાત્રે 10 વાગ્યાના આસપાસ ચાણક્યપુરી સોસાયટી પાસે આવેલ 203, રાધેકૃષ્ણ ફ્લેટમાં ગયો હતો. દરમિયાન તેનું રહસ્યમય મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ રૂમમાં રહેતી નેહા નામની યુવતીએ પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. પછી પોલીસે યુદ્ધના ધોરણે તપાસ ચાલુ કરી.

શૌરી કરણ, મૃતક વિવેકની માતા કહે છે કે, મારા પુત્રને જબરજસ્તીથી ઇન્જેક્શન આપી મારી નખાયો છે. તેના હાથમાં પણ ઇન્જેક્શનનાં નિશાન હતાં. વિવેકે જાતે દારૂ પીધો છે તેવો વિડીયો કોણે બનાવ્યો? રાધેકૃષ્ણ ફ્લેટમાં રહેતા બલજીત રાવતથી પાડોશીઓ પરેશાન થઇ ગયા છે. બલજીતનાં કરતૂતોના કારણે પોલીસના અનેકવાર દરોડા પડ્યા છે. પાડોશીઓ પૈકી એકે જણાવ્યું હતું કે, બલજીતના ઘરમાં ગતિવિધિ ચાલતી જ હતી, ફ્લેટની નીચેના પતરા પર જ 25થી વધુ સિરીંજ દેખાતા પોલીસને ડ્રગ્સ લેતા હોવાની શંકા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW