HomeGujaratમોરબીના ક્યુટોન ગ્રુપમાં આઇટીના દરોડા,વહેલી સવારથી ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટનું સર્ચ ઓપરેશન

મોરબીના ક્યુટોન ગ્રુપમાં આઇટીના દરોડા,વહેલી સવારથી ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટનું સર્ચ ઓપરેશન

મોરબી અમદાવાદ સહીત અલગ અલગ ૨૫ સ્થળ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે દરોડા પાડી સપાટો બોલાવી દિધો હતો અને ત્યા વહેલી સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરતા સિરામિક તેમજ તેની સાથે સંકળાયેલ બીજા ઉધોગમાં પણ ફફડાટ ફેલાયો હતો એક તરફ મોરબીનો સિરામિક ઉધોગ બુધવારથી એક મહિનના વેકશનમાં જવાનો છે તેવા સમયે મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર ઢુવા ગામ પાસે તેમજ વઘાસીયા ટોલ નાકા પાસે આવેલ ક્યુટોન ગ્રુપના ત્રણ યુનિટ માં વહેલી સવાર ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટના દરોડા પડતા ઉધોગકારોમાં ચિંતાની લકીર છવાઈ ગઈ હતી આઈટી વિભાગની ટીમે અગ્રવાલ ગ્રુપના આમદાવાદ ખાતેની ઓફિસમાં સર્ચ ઓપરેશન કર્યા બાદ તેમાંથી મળેલી લિંકના આધારે ક્યુટોન સિરામિક ગ્રુપના ત્રણ યુનિટમાં દરોડા પાડી નાણાકીય હિસાબની તપાસ હાથ ધરી છે

આઈટી વિભાગની રેડને પગલે ત્રણેય યુનિટ બહાર પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તો ત્યાં કામ કરતા સ્ટાફના મોબાઈલ અને કોમ્પ્યુટર સહીતનું સાહિત્ય જપ્ત કરી લીધુ હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW